For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો વિશ્વકપ નહીં રમી શકે ઇશાંત શર્મા?

|
Google Oneindia Gujarati News

પર્થ, 2 ફેબ્રુઆરી: પહેલી ટેસ્ટ મેચ, પછી ટ્રાઇ સીરીઝમાં ખરાબ રીતે નિષ્ફળતાએ ટીમ ઇન્ડિયાના ફેન્સને નિરાશ કર્યા છે જ્યારે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીઓની ઇજાઓએ તેમના દિલોમાં શંકા પેદા કરી દીધી છે કે લગભગ હવે ભારત વિશ્વકપમાં અપેક્ષા અનુસાર પ્રદર્શન નહી કરી શકે.

આપ વિચારી રહ્યા હશો કે એવું શા માટે, કેમકે સમાચાર એવા આવી રહ્યા છે કે ભારતના સ્ટાર બોલર ઇશાંત શર્મા હાલમાં ઘુંટણની ઇજાથી પરેશાન છે. જેના કારણે તેમની પસંદગી વિશ્વકપ માટે કરવામાં આવેલ 15 ખેલાડીયોમાંથી એક ઇશાંત શર્માનું વિશ્વકપમાં રમવા પર શંકા તોળાઇ રહી છે. તેમના સ્થાને મોહિત શર્માને અંતિમ એકાદશમાં સ્થાન મળી શકે છે.

ishant sharma
ઘુંટણની ઇજાથી પરેશાન છે ઇશાંત શર્મા
આપને જણાવી દઇએ કે હાલમાં ટીમ ઇન્ડિયાના ત્રણ બોલર ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમાર ત્રણે ઇજાગ્રસ્ત છે અને આ ત્રણેયને વિશ્વકપ માટે 7 ફેબ્રુઆરીએ પોતાની ફિટનેસ ટેસ્ટ આપવાની છે, પરંતુ આ ત્રણેયમાંથી સૌથી વધારે ગંભીર ઇજા ઇશાંત શર્માની છે, જેના કારણે તેમના ફિટનેસ ટેસ્ટમાં પાસ થવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે.

અંદરની વાત એ છે કે ટીમ મેનેજમેન્ટ ઇશાંત શર્માની રમત અને વર્તનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી, માટે તેઓ તેની ફિટનેસ પર સવાલ ઊઠાવી રહી છે કારણ કે 26 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વરસાદથી બાધિત મેચમાં તેમનું નામ પ્લેઇંગ ઇલેવનમાં હતું, પરંતુ 30 તારીખે ઇંગ્લેન્ડની વિરુદ્ધની કરો યા મરોની મેચ પહેલા ઇશાંતે પોતાને અનફીટ જાહેર કરી દીધો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયા મેનેજમેન્ટની સાથે પણ ઇશાંતનું વલણ પણ સારુ નથી રહ્યું એટલા માટે ટીમ મનેજમેન્ટે જાણી જોઇને તેને અનફીટ ગણાવી રહી છે. હવે શું સાચુ છે અને શું ખોટું એ તો 7 ફેબ્રુઆરીએ જ માલુમ પડશે, જે દિવસે ઇશાંત પોતાનું ફિટનેસ ટેસ્ટ આપશે.

English summary
India paceman Ishant Sharmas dream of playing in his first World Cup might be over due to a knee injury, according to reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X