બીજી વનડેઃ ભારત-પાક મેચને લઇને કોલકતામાં ઉત્સાહ
ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ પાકિસ્તાને જીતી લીધી હતી. મહેમાન ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતને શ્રેણી પર કબજો કરવા માટે બાકીની બન્ને મેચ જીતવી પડશે. બંગાળ ક્રિકેટ સંઘે(કૈબ) આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચશે તેવી ઘોષણા કરી છે. કૈબના કોષાધ્યક્ષ વિશ્વરૂપ દુબેએ જણાવ્યું છે કે, તમામ ટીકીટો વેંચાઇ ગઇ છે. દર્શકોમાં જુસ્સો જોવા મળશે.
આ મેચમાં 3500 ટીકીટ સામાન્ય દર્શકો માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પહેલી તક છે કે ઇડન ખાતે રમાનારી આતંરરાષ્ટ્રીય મેચ માટે આમ દર્શકોને માત્ર ઓનલાઇન ટીકીટ વેંચવામાં આવી. બાકીની ટીકીટ કમ્પલીમેન્ટ્રી અને કૈબ સંબંધ ક્લબોને વેંચવામાં આવી. 65,000 દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં નવેમ્બર 2011ના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચમાં માત્ર એક હજાર દર્શકો જ આવ્યા હતા.
ઇંગ્લેન્ડ દિવંગત સુકાની ટોની ગ્રેગનું પણ આ મનપસંદ મેદાનોમાનું એક છે. નોંધનીય છે કે, ગ્રેગનું 29 ડિસેમ્બરના રોજ હૃદય રોગના હુમલાના કારણે સિડનીમાં નિધન થયું હતું. ગ્રેગે કહ્યું હતું કે ઇડન ગાર્ડન્સ મારા મનપસંદ મેદાનોમાનું એક છે, કારણ કે તેનું વાતાવરણ અદભૂત છે.