• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્રિકેટના યુદ્ધમાં ભારતને પછાડવા માટે અખ્તરે આપી રણનીતિ

By Super
|
Google Oneindia Gujarati News

કરાચી, 10 જૂનઃ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પોતાના દેશના બોલર્સને ભારત અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની બાકી બન્ને મેચોમાં આક્રમક વલણ અપનાવવાની સલાહ આપી છે. અખ્તરે કહ્યુ કે બન્ને ટીમોની બેટિંગ લાઇન ઘણી મજબૂત છે. તેથી આપણા બોલર્સે તેમના પર અંકુશ લાદવા અંગે નહીં પરંતુ વિકેટ લેવા અંગે વિચારવું જોઇએ. તેણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાનો ટોચનો બોલર ઇજાગ્રસ્ત છે. પાકિસ્તાનને તેના ફાયદા ઉઠાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

અખ્તરે કહ્યું કે જુનૈ ખાને પોતાના ખેલમાં સુધારા કરવા પડશે, કારણ કે તે પાકિસ્તાનની સફળતા માટે ઘણું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં જુનૈદ સૌથી પ્રભાવશાળી બોલર બની શકે છે અને ત્યાંની અનુકળ વિકેટનો ફાયદો ઉઠાવવો જોઇએ. વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ મહોમ્મદ ઇરફાને પ્રભાવ છોડવો જોઇએ. ઇંગ્લેન્ડ પ્રભાવ છોડવા માટે ઘણું સારું સ્થાન છે.

નોંધનીય છે કે પાકિસ્તાને સોમવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાનું છે, જ્યારે તેને ભારત વિરુદ્ધ 15 જૂન મહત્વની મેચ રમવાની છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમની મજબૂત કડી તેમની બોલિંગ જ છે, જે કોઇપણ પીચ પર વિકેટ લેવા માટે સક્ષમ છે, તેથી પાકિસ્તાને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના બોલરોથી વધુ આશાઓ છે.

English summary
Shoaib Akhtar advised Pakistan bowlers to be aggressive and go for wickets in their group matches against South Africa and India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X