For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરાલિમ્પિકમાં ચૂરુના દેવેન્દ્રએ રચ્યો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

devendra
નવી દિલ્હી, 23 જુલાઇઃ તમામ મુશ્કેલીઓને પાર કરીને દેવેન્દ્ર ઝાઝરિયાએ દેશ માટે પેરાલિમ્પિક વિશ્વ ચેમ્પિયન્સશીપનું પહેલું ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી નાંખ્યો. રાજસ્થાનના ચૂરુ જિલ્લાના નિવાસી દેવેન્દ્ર ફ્રાન્સના લ્યોનમાં ચાલી રહેલા વિશ્વ પેરાલિમ્પિક ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં એફ-47 વર્ગમાં ગોલ્ડ મેડલ હાસલ કરી લીધો છે.

32 વર્ષિય દેવેન્દ્રએ રવિવારે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 57.04 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. એક દુર્ઘટનાના કારણે દેવેન્દ્રનો ડાબો હાથ કાપવો પડ્યો હતો. ભારતીય રેલેવમાં સમૂહ ઘના કર્મચારી દેવેન્દ્રને પેરાલિમ્પિકમાં ઇરાનમાં મીરશેકરી અબ્દુલરસૂલ સામે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. અબ્દૂલરસૂલે પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 52.61 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યું. ઇજિપ્તના ઇસ્માઇલ મહમૂદને બ્રોન્ઝ મેડલ મળ્યો.

દેવેન્દ્રના શાનદાર પ્રદર્શનથી પ્રસન્ન ભારતીય પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ સુલતાન અહમદે દેવેન્દ્રને પાંચ લાખ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવાની ઘોષણા કરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસ અહમદે કહ્યું કે, મારું માનવું છે કે, દેવેન્દ્ર દ્વારા ગોલ્ડ મેડલ જીતવાથી દેશના પેરાલિમ્પિક ખેલાડીઓનો જુસ્સો વધશે. આ દેશમાં આપણી પાસે મોટી માત્રામાં પ્રતિભાઓ છે, તથા આપણે તેનું સમર્થન કરવુ ંપડશે.

English summary
Devendra, whose left arm was amputated after an accident, won the gold medal by hurling the javelin to 57.04 metres, his personal best performance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X