For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, બની વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર પહેલી ભારતીય

ઓલિમ્પિકમાં રજત પદક જીતી ચૂકેલી પીવી સિંધુએ રવિવારે બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ 2019 જીતીને ઈતિહાસ રચી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ઓલિમ્પિકમાં રજત પદક જીતી ચૂકેલી પીવી સિંધુએ રવિવારે બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ 2019 જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ચેમ્પિયનશીપ જીતનાર તે પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે. તેમણે સ્વિત્ઝરલેન્ડમાં રમાયેલ ફાઈનલમાં દુનિયાની ચોથા નંબરની ખેલાડી જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ પહેલા ભારત તરફથી આ સિદ્ધિ ના કોઈ પુરુષ અને ના કોઈ મહિલા ખેલાડી મેળવી શકી છે.

sindhu

વર્લ્ડ રેંકિંગમાં પાંચમાં નંબરે રહેલી સિંધુએ ઓકુહારાને સીધા સેટમાં 21-7, 21-7થી પરાજિત કરી દીધી. સિંધુએ બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ વર્ષ 2017 અને 2018માં રજત તથા 2013 અને 2014માં કાંસ્ય પદક જીત્યો હતો. વર્ષ 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપના ખિતાબી મુકાબલે સિંધુએ ઓકુહારા સામે ટુર્નામેન્ટના ઈતિહાસને સૌથી લાંબી મહિલા સિંગલ્સની ફાઈનલ રમી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ સિંધુનો પાંચમો મેડલ છે અને તે આ ચેમ્પિયનશિપમાં તે સૌથી વધુ મેડલ જીતવા મામલે ત્રીજા નંબરે છે.

આ પણ વાંચોઃ રાજકીય સમ્માન સાથે અરુણ જેટલીનો અંતિમ સંસ્કાર થયાઆ પણ વાંચોઃ રાજકીય સમ્માન સાથે અરુણ જેટલીનો અંતિમ સંસ્કાર થયા

English summary
PV Sindhu becomes 1st Indian to win BWF World Championships gold medal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X