For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યામાગુચીને હરાવીને પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં કર્યો પ્રવેશ

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલ 18 માં એશિયન ગેમ્સનો 9 માં દિવસ ભારત માટે સુખદ શરૂઆત લઈને નથી આવ્યો. વાસ્તવમાં આજની શરૂઆતમાં પહેલેથી માનવામાં આવી રહ્યુ હતુ કે ભારતની સ્ટાર શટલર સાયના નહેવાલ સેમીફાઈલનમાં સરળતાથી જીતીને ભારતને ફાઈનલમાં ગોલ્ડ અપાવશે પરંતુ તે લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નહિ અને મુકાબલામાં હાર સાથે બ્રોન્ઝથી સંતોષ કરવો પડ્યો. જો કે ભારતની સ્ટાર શટલર પી વી સિંધુએ કોઈને કોઈને નિરાશ કર્યા નથી અને વર્લ્ડની બીજા નંબરની ખેલાડી જાપાનની યામાગુચીને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 21-17, 15-21, 21-10 થી હરાવી દીધી હતી. આ સાથે સિંધુ એશિયન ગેમ્સના ફાઈનલમાં પહોંચનાર પહેલી ભારતીય ખેલાડી પણ બની ગઈ છે.

p v sindhu

ભારતને ગોલ્ડ અપાવી શકે

ઉલ્લેખનીય છે કે 1962 થી બેડમિન્ટન એશિયન ગેમ્સનો હિસ્સો છે. ત્યારથી અત્યાર સુધી ભારતનો કોઈ પણ શટલર કોઈ પણ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલથી આગળ વધી શક્યો નથી. પીવી સિંધુની જીત બાદ આ પહેલો મોકો છે જ્યારે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતને ઓછામાં ઓછુ સિલ્વર મેડલ તો મળશે. એટલે કે પીવી સિંધુ ભારતીય બેડમિન્ટનના ઈતિહાસમાં વધુ એક નવો ઈતિહાસ લખી ચૂકી છે. ફાઈનલમાં તેનો મુકાબલો 28 ઓગસ્ટના રોજ રમવામાં આવશે. સિંધુ પાસે વધુ એક ચાન્સ હશે જ્યારે તે સાયનાની હારનો બદલો લઈ શકે અને ભારતને ગોલ્ડ અપાવી શકે.

આવો રહ્યો મુકાબલો

બંને વચ્ચે ઘણો રોમાંચક મુકાબલો જોવા મળ્યો, પહેલા રાઉન્ડમાં પી વી સિંધુ અને યામાગુચી વચ્ચે ઘણી રોમાંચક મેચ જોવા મળી. વળી, પી વી સિંધુને પહેલા રાઉન્ડમાં જીત મળ્યા બાદ બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. ત્રીજી ગેમમાં સ્કોર 3-3 થી બરાબર થયા બાદ યામાગુચીએ કેટલાક ખરાબ શોટ રમ્યા અને સિંધુએ તેમાં કોઈ કસર છોડી નહિ અને પોઈન્ટ વધારી દીધા. વળી, 20-10 ના સ્કોર પર સિંધુએ વિજયી સ્મેશ લગાવીને ફાઈનલમા જગ્યા બનાવી લીધી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતના કુલ પદકોની સંખ્યા 37 છે. 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે ભારત 9 માં સ્થાને છે.

આ પણ વાંચોઃ Asian Games 2018: સેમિફાઇનલમાં સાઇના નેહવાલ હારી, બ્રોન્ઝ થી સંતોષઆ પણ વાંચોઃ Asian Games 2018: સેમિફાઇનલમાં સાઇના નેહવાલ હારી, બ્રોન્ઝ થી સંતોષ

English summary
p v sindhu creates history badminton asian games after defeat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X