Tokyo Olympics: વધુ એક મેડલ પાક્કો, સેમીફાઇનલમાં પહોંચી પીવી સિંધુ
ટોક્યો ઓલિમ્પિકમાં આઠમો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો. આ દરમિયાન બૉક્સર લવલીનાએ દેશને નામ વધુ એક પદક ફાઈનલ કરી દીધો છે. તેમણે મહિલાઓની બૉક્સિંગની 69 કિલો વજન વર્ગ સ્પર્ધાની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની ખેલાડી નિએન ચિન ચેનને 4-1થી માત આપી. જ્યારે મહિલા હૉકીમાં ભારતે આયરલેન્ડને 1-0થી હરાવી છે. દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં મહિલાઓની વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધામાં હારી ગયાં. તેમને કોરિયાની આન સને 6-0થી હરાવ્યાં.
દોડવીર અવિનાશ સાબલે ત્રણ હજાર પુરુષોની સ્ટીપલચેજ સ્પર્ધાના ફાઈનલમાં જગ્યા ના બનાવી શક્યા, જ્યારે નિશાનેબાજ મનુ ભાકર મહિલાઓની 25 મીટર એર પિસ્ટલ વ્યક્તિગત સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવતાં ચૂકી ગયાં. બૉક્સર સિમરનજીક કૌર 60 કિલો મહિલા વજન વર્ગના અંતિમ 16 મુકાબલામાં હારી ગયાં. તેમને થાઈલેન્ડની સુદાપોર્ન સીસોંદીએ 5-0થી હરાવ્યાં.
આ ઉપરાંત બેડમિંટન મહિલા ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ સામે વાળા ખેલાડીને પડકાર ફેંક્યો. જ્યારે પુરુષોની હૉકી ટીમ જાપાન સામે ટકરાશે. ઓલિમ્પિકમાં ગત સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. જો મેરી કોમનો મુકાબલો ભૂલી જઈએ તો બાકી તમામ ભારતીય એથલેટ્સે સારું પ્રદર્શન કર્યું.
પીવી સિંધુ સેમીફાઈનલમાં પહોંચી
ભારતીય સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ જાપાનની અકાને યામાગુચીને 21-13, 22-20થી હરાવી સેમીપાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. આની સાથે જ બેડમિંટનમાં ભારતનો મેડલ ફાઈનલ થઈ ગયો છે. સુસ્ત શરૂઆત બાદ સિંધુએ લય પકડી. પહેલી ગેમમાં જાપાનની અકાને યામાગુચીએ જોરદાર ટક્કર આપી. બંને ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો. પહેલી ગેમ પીવી સિંધુએ 21-13થી જીત્યો. આ ગેમ 23 મિનિટ સુધી ચાલી. બીજી ગેમમાં સિંધુ અને યામાગુજીમાં જોરદાર ટક્કર ચાલી. બંને વચ્ચે લાંબી રેલિ થઈ. બંને એકબીજાથી આગળ નીકળવાની કોશિશમાં હતી. પછી યામાગુચી 20-18થી આગળ થઈ ગઈ. જે બાદ ફરી સ્કોર 20-20થી બરાબર થઈ ગયો. જેની ઠીક બાદ સિંધુએ શાનદાર વાપસી કરતાં યામાગુચી પર બઢત મેળવી લીધી.