For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંસ્ય પદક જીતીને 'શટલ એક્સપ્રેસ' સિંધૂએ રચ્યો ઇતિહાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગ્વાંઝુ, 10 ઓગષ્ટ: એક તરફ બૉલીવુડના ટ્રેક પર શાહરુખ ખાનની ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ' ફૂલ સ્પીડથી આગળ વધી રહી છે તો બીજી તરફ બેડમિન્ટન ટ્રેક પર ભારતની નવી 'શટલ એક્સપ્રેસ' પીવી સિંધૂએ ભારતના દરેક પિતાને માથું ઉંચું કરવાનું ગૌરવ પ્રદાન કરીને નવો ઇતિહાસ રચી દિધો છે. ભારતની નવી શટલ સનસની હૈદ્રાબાદની પીવી સિંધૂએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતીને નવો ઇતિહાસ રચ્યો છે.

જો કે સેમીફાઇનલના મુકાબલમાં તેનો જાદૂ ચાલ્યો નહી અને થાઇલેંડની રતચાનોક ઇનતાનોન સામે 10-21, 13-21 થી હારી ગઇ હતી પરંતુ તેમછતાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેની લડાઇનો સફર પ્રશંસાને લાયક છે જેના પર આજે દરેક ભારતીયને ગર્વ છે.

sindhu-600

પીવી સિંધૂએ કાંસ્ય પદક જીત્યા બાદ જ આજ ભારતે 30 વર્ષ બાદ સિંગલ્સમાં કોઇ પદક પ્રાપ્ત કર્યો છે તો બીજી તરફ 18 વર્ષની હોનહાર પીવી સિંધૂ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનમાં પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેમનું કાંસ્ય પદક જીતવાનું શુક્રવારે નક્કી થઇ ગયું હતું જ્યારે તેમને જોરદાર રીતે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિનને 21-18, 20-22, 21-15 થી હરાવી હતી.

તમને જણાવી દઇએ કે સિંગલ્સમાં ભારત માટે એકમાત્ર પદક પ્રકાશ પાદુકોણે 1983માં કોપેનહેગનમાં પુરૂષ સિંગલ્સમાં જીત્યો હતો. માટે મહિલા વર્ગમાં પણ સિંગલ્સ જીતનાર પીવી સિંધુ પ્રથમ ભારતીય મહિલા છે. ભારતની નવી શટલ એક્સપ્રેસ પીવી સિંધૂને વનઇન્ડિયા પરિવાર તરફ શુભેચ્છાઓ.

English summary
PV Sindhu lost her women's singles semi-final against Thailand's Ratchanok Inthanon with a disappointing 10-21, 13-21 scoreline.Sindhu will now have to settle for bronze.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X