પીવી સિંધુની હાર પર પણ, કરોડો ભારતીયોને ગર્વ છે, જાણો કોણે શું કહ્યું?
રિયો ડી જેનેરિયોમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ મહિલા સિંગલ ફાઇનલમાં વિશ્વની નંબર 1 ખેલાડી કૈરોલિના મરીનને છેલ્લી ક્ષણ સુધી કાંટાની ટક્કર આપી. ભલે ભારતને રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જ મળ્યો હોય પણ તેમ છતાં પીવી સિંધુની આ હાર પર પણ ભારતીયોને ગર્વ છે.
પહેલી જ ગેમમાં પીવી સિંધુએ 21-15થી કૈરોલિનને હારવી હતી. જો કે પાછળની બે મેચ કૈરોલિન 21-19 અને 21-12થી જીતી હતી. છેલ્લી મેચમાં પણ 21-19 એમ પીવી સિંધુ ખાલી થોડા માટે જ પાછળ રહી ગઇ હતી અને છેલ્લી ક્ષણ સુધી તેણે ગોલ્ડ મેડલ મેળવવા માટે પ્રયાસ ચાલુ રાખ્યો હતો. જે વાત બિરદાવા જેવી છે.
Read also: પીવી સિંધુની મેચની તમામ ડિટેલ વાંચો અહીં.
ત્યારે પીવી સિંધુને સિલ્વર મેડલ મળ્યા બાદ અનેક લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર અને ટ્વિટર પણ અનેક લોકોએ પીવી સિંધુની આ અદ્ધભૂત સફળતા માટે તેના વખાણ કર્યા હતા. ત્યારે કોણે શું કહ્યું તે જાણો અહીં....
|
પીવી સિંધુની જીત પર લોકોની પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધુની જીત પર આ પ્રતિક્રિયા આપી છે. તેમણે સિંધુને શુભેચ્છા પાઠવી છે. અને કહ્યું કે તેણે સારી લડત આપી હતી.
|
પીવી સિંધુની જીત પર અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા
બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ કંઇક આ રીતે પાઠવી પીવી સિંધુને શુભેચ્છા
|
પીવી સિંધુની જીત પર લોકોની પ્રતિક્રિયા
ગુજરાતના કેન્દ્રિય મંત્રી તેવા મનસુખ માંડવિયાએ પણ પાઠવી પીવી સિંધુને શુભેચ્છા.
|
પીવી સિંધુની જીત પર લોકોની પ્રતિક્રિયા
અનેક લોકો કહ્યું કે હવે લોકો ક્રિકેટ જ નહીં પણ બેડમિન્ટન પણ શોખથી દેખશે. થેક્સ ટૂ પીવી સિંધુ.
|
પીવી સિંધુના પરિવારે માણી દિકરીની જીત
તો હૈદરાબાદ ખાતે પણ પીવી સિંધુના માતા પિતાએ દિકરીની જીતની ખુશીને કંઇક આ રીતે માણી.
|
લોકોએ મળીને માણી જીત
દિલ્હી સમેત અનેક જગ્યાએ લાઇવ મેચ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.