For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાઈનલમાં હારીને પણ પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, મેળવ્યો સિલ્વર મેડલ

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલ 18 માં એશિયન ગેમ્સમાં આમ તો રોજ ઘણી રોમાન્ચક મેચો જોવા મળી રહી છે, ઘણા ખેલાડીઓએ આ ખેલમાં પોતાના પ્રદર્શનથી બધાને પોતાના દીવાના બનાવી દીધા છે પરંતુ મંગળવારની રાહ દરેક રમત પ્રશંસક જોઈ રહ્યો હતો કારણ હતુ બેડમિન્ટનની એક ઐતિહાસિક મેચ કે જે ભારતની પી વી સિંધુ અને વિશ્વની નંબર વન ખેલાડી તાઈ જુ યિંગ વચ્ચે રમાવાની હતી. આ મુકાબલો ઐતિહાસિક એટલા માટે પણ હતો કારણકે સેમીફાઈનલ મુકાબલામાં રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ અકાને યામાગુચીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો કે જે કોઈ પણ ભારતીય શટલર ખેલાડી દ્વારા કરવામાં આવેલુ શ્રેષ્ઠ પ્રદર્શન હતુ.

p v sindhu

તાઈ જુ યિંગે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલને હરાવીને ફાઈનલમાં પગ મૂક્યો હતો. એટલે આ મુકાબલો બે દિગ્ગજો સાથે સાથે પોતાના દેશના ખેલાડીને હરાવનાર સામે હિસાબ ચૂક્તો કરનાર પણ હતો. જો કે આ મુકાબલામાં ફરીથી એક વાર તાઈ જુ યિંગે મેદાન મારી લીધુ અને પી વી સિંધુને હરાવીને ગોલ્ડ પર કબ્જો મેળવી લીધો. વળી સિંધુને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો.

આ પણ વાંચોઃ યામાગુચીને હરાવીને પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં કર્યો પ્રવેશઆ પણ વાંચોઃ યામાગુચીને હરાવીને પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં કર્યો પ્રવેશ

હારીને પણ રચ્યો ઈતિહાસ

તમને જણાવી દઈએ કે પી વી સિંધુ ભલે આ મેચ હારી ગઈ હોય અને તે ગોલ્ડ ચૂકી ગઈ હયો પરંતુ તેમછતા તેણે ઈતિહાસ રચ્યો છે કારણકે ભારતીય ખેલના ઈતિહાસમાં પી વી સિંધુ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે. આ મહત્વના મુકાબલામાં સિંધુએ 21-13 થી પોતાનો પહેલો સેટ ગુમાવી દીધો. વળી, બીજા રાઉન્ડમાં તાઈએ 16-21 થી બીજો સેટ જીતીને ભારતની ગોલ્ડની આશાઓ તોડી દીધી અને સિંધુએ ફરીથી એક વાર સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. તમને જણાવી દઈએ કે આ મેડલ સાથે ભારતના ચંદ્રકોની સંખ્યા હવે 44 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2018: મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલાઆ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2018: મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલા

English summary
p v sindhu won silver badminton singles asian games
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X