• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ધ વોલ’ પર BCCIની નજર, દ્રવિડ લેશે ફ્લેચરનું સ્થાન?

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયાએ જે પ્રકારનું નાલેશીભર્યુ પ્રદર્શન કર્યું હતું, તેને લઇને ક્રિકેટ ચાહકો, ક્રિકેટ દિગ્ગજો અને બીસીસીઆઇ ઘણી જ નારાજ છે, ધોની અને ફ્લેચરની આકરી ટીકાઓ પણ અનેક આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ક્રિકેટર્સ દ્વારા કરવામાં આવી રહી છે. ધોનીના વિકલ્પ તરીકે કોહલીને જોવામાં આવતો હતો, પરંતુ તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે, તેથી ધોનીને જ્યાં સુધી કોઇ સારો વિકલ્પ ના મળે ત્યાં સુધી સુકાની પદે યથાવત રાખવાનો નિર્ણય બીસીસીઆઇ દ્વારા કરવામાં આવ્યો છે, જોકે ફ્લેચરની હકાલપટ્ટી કરવાની તૈયારીઓ બોર્ડ દ્વારા આદરી દેવામાં આવી છે.

જેના ભાગરૂપે બોર્ડે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે પૂર્વ ભારતીય સુકાની રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર પદે નિયુક્ત કર્યા છે અને સાથે જ બે સહાયક કોચ પણ એનાયત કરવામાં આવ્યા છે, જે સાબિત કરે છેકે ફ્લેચર હવે ટૂંક સમયમાં કોચ પદે જોવા નહીં મળે, તેમજ બીસીસીઆઇ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છેકે જો ફ્લેચર જવા માગતા હોય તો તેમને રોકવામાં નહીં આવે, આ બધાની વચ્ચે એવા સમાચાર મળી રહ્યાં છેકે, બીસીસીઆઇની નજર હવે ભારતીય ક્રિકેટના ધ વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડ પર અટકી છે અને બની શકે છેકે જો બધુ જ વ્યવસ્થિત રહ્યું તો ડંકન ફ્લેચરનું સ્થાન રાહુલ દ્રવિડ લેશે. બીસીસીઆઇની નજર રવિ શાસ્ત્રી પર પણ છે પરંતુ સૌથી પહેલું નામ રાહુલ દ્રવિડનું સંભળાય રહ્યું છે.

આ પણ વાંચોઃ- ફોર્મ સુધારવા કાઉન્ટીના શરણે પૂજારા, આ દિગ્ગજો પણ લઇ ચૂક્યા છે ભાગ
આ પણ વાંચોઃ- 11 ધર્મ આધારિત ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટની અજાણી વાતો
આ પણ વાંચોઃ- પૂર્વ સફળ સુકાની ગાંગુલીએ આપી ધોનીને 'કેપ્ટન્સી ટીપ્સ'

ઇંગ્લેન્ડ ટૂર બાદ રાજીનામું આપી શકે છે ફ્લેચર

ઇંગ્લેન્ડ ટૂર બાદ રાજીનામું આપી શકે છે ફ્લેચર

મળતી માહિતી અનુસાર બીસીસીઆઇનું માનવું છેકે, ડંકન ફ્લેચર કે જે હાલ ભારતીય ટીમના મુખ્ય કોચ છે, તેઓ ઇંગ્લેન્ડ ટૂર બાદ પોતાના પદેથી રાજીનામું આપી શકે છે. તેમને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી અને ટી-20 મેચ માટે કોચ પદે યથાવત રાખવામાં આવ્યા છે.

શા માટે દ્રવિડ પહેલી પસંદ

શા માટે દ્રવિડ પહેલી પસંદ

રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડ ગયેલી ટેસ્ટ ટીમના બેટિંગ મેન્ટર રહી ચૂક્યા છે, તેમજ તેઓ ટીમના હાલના મોટાભાગના ખેલાડીઓને સારી રીતે જાણે છે અને શ્રેષ્ઠતા પૂર્વક ડ્રેસિંગ રૂમ શેર કરી શકે છે. તેમજ ભારતીય ખેલાડીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાં તેઓ ટોચ પર આવે છે.

ડિરેક્ટર પદ માટે પહેલા દ્રવિડનો કરાયો હતો સંપર્ક

ડિરેક્ટર પદ માટે પહેલા દ્રવિડનો કરાયો હતો સંપર્ક

મળતી માહિતી અનુસાર ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ રવિ શાસ્ત્રીને ડિરેક્ટર બનાવવામાં આવ્યા તે પહેલા રાહુલ દ્રવિડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ઝડપથી આ પદ સ્વીકારી શકે તેમ ન હતા, તેની પાછળ પ્રોફેશનલ અને વ્યક્તિગત બાબતો છૂપાયેલી હતી.

...તો વિશ્વકપમાં પણ દ્રવિડ સંભાળશે ફ્લેચરની જવાબદારી

...તો વિશ્વકપમાં પણ દ્રવિડ સંભાળશે ફ્લેચરની જવાબદારી

જો દ્રવિડ મેન્ટર તરીકેની ભૂમિકા નિભાવવા તૈયાર થઇ જશે તો તેમને આગામી વનડે વિશ્વકપ કે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સંયુક્તપણે આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારો છે, તેમાં પણ તેઓ મેન્ટર તરીકે જોવા મળશે. હાલ દ્રવિડ ચેમ્પિયન્સ લીગને લઇને રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા છે. બીસીસીઆઇ પાસે રાહુલ દ્રવિડને લઇને એક મોટી યોજના છે અને તેઓ હાલ રાહુલ દ્રવિડના સંપર્કમાં પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

English summary
BCCI in talk with Rahul Dravid, he will replace Duncan Fletcher.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X