For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ-6: રોમાંચક મેચમાં રોયલ્સે ડેયરડેવિલ્સને આપી માત

|
Google Oneindia Gujarati News

rajsthan royals
નવી દિલ્હી, 7 એપ્રિલ: ઉમેશ યાદવની ઘાતક બોલિંગ અને ડેવિડ વોર્નરની રણનીતિક પારીના કારણે તેમજ રાહુલ દ્રવિડની અર્ધસદી અને કેવોન કૂપરની છેલ્લી ઓવર ભારે પડી જેના પગલે રાજસ્થાન રોયલ્સે શનિવારે આઇપીએલની છઠ્ઠી સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સને પાંચ રને હરાવીને ફિરોજ શાહ કોટલા મેદાનમાં પોતાની પ્રથમ જીત નોંધાવી.

દ્રવિડે 51 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી શાનદાર 65 રન બનાવ્યા. આની વચ્ચે તેણે અંજિક્ય રહાણે(28 રન)ની સાથે બીજી વિકેટ સુધી 65 અને સ્ટુઅર્ટ બિન્ની(40)ની સાથે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી નિભાવી. જેનાથી રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટમાં 165 રન બનાવ્યા હતા.

વોર્નરે રક્ષણ અને આક્રમણનું સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું તેણે 56 બોલમાં 77 રન બનાવ્યા પરંતુ તે છેલ્લે સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં. તેનું 19મી ઓવરમાં રન આઉટ થવું ડેરડેવિલ્સને મોંઘું પડ્યું. ત્યારબાદ કૂપરે છેલ્લી ઓવરમાં મેચની દિશા પલટી નાખી. આ ઓવરમાં ડેરડેવિલ્સને 9 રનની જરૂરીયાત હતી પરંતુ કૂપરે માત્ર ત્રણ રન આપ્યા અને સામે બે વિકેટ ઝડપી લીધી.

આમ ડેરડેવિલ્સ છ વિકેટ પર માત્ર 160 રન જ બનાવી શક્યું. રોયલ્સની આ કોટલા મેદાનમાં ચોથા મેચમાં પહેલી જીત હતી. જ્યારે ડેરડેવિલ્સની આ સતત બીજી હાર છે.

English summary
Rajasthan Royals beat the Delhi Daredevils by five runs in a thrilling Indian Premier League (IPL) encounter at the Ferozeshah Kotla here Saturday. The home side failed to chase down Royals' 165//7 in their quota of 20 overs, finishing at 160/6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X