• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોહલી અને શાસ્ત્રીની કેમીસ્ટ્રીથી માહી બન્યા ટેસ્ટમાં હિસ્ટ્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સફેટ ટીશર્ટને અલવિદા કહી દીધી. આમ અચાનક ટેસ્ટ મેચમાંથી સંન્યાસ જાહેર કરવના ધોનીના નિર્ણયે સૌને અચંબામાં મૂકી દીધા. તેમના ચાહકો અને બીસીસીઆઇના અધિકારીઓમાં પણ એક જ પ્રશ્ન રમી રહ્યો છે કે તેમણે અચાનક આ નિર્ણય કેમ લીધો?

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર 'ધોનીએ આ નિર્ણય અચાનક નથી લીધો. તેમને ઘણી વખત સંકેત આપી દેવામાં આવ્યા હતા. આ અખબારના અહેવાલ અનુસાર રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના બદલાતા સમીકરણોના કારણે ધોનીએ આ નિર્ણય લીધો છે. જોકે ધોનીના સંન્યાસની પાછળનું કારણ ટીમની અંદર સમીકરણોમાં આવેલા ફેરફાર રહ્યા.'

અખબારના સૂત્રોના હવાલાથી લખાયેલા સમાચારમાં જણાવાયું છે કે 'ટીમ મેનેજમેન્ટમાં રવિ શાસ્ત્રીની એન્ટ્રી અને વિરાટ કોહલી સાથે તેમની વધતી નિકટતા ધોનીના ટેસ્ટમાંથી સંન્યાસને સૌથી મોટું કારણ માનવામાં આવે છે. રવિ શાસ્ત્રી અને કોહલીની નિકટતાના કારણે ટીમમાં કોચ ડંકન ફ્લેચરનો પ્રભાવ ટીમની ઉપર ઘટતો ગયો. ટીમ પર શાસ્ત્રીનો પ્રભાવ વધતો ગયો. મહત્વના નિર્ણયોમાં તેઓ મુખ્ય ભૂમિકા નિભાવવા લાગ્યા. શાસ્ત્રીના વધતા પ્રભાવથી ટીમમાં વાતાવરણ બદલાયું છે. અને આ નવું વાતાવરણ ધોનીના વિપરિત હતું. ધોની પોતાની રીતે ટીમને ચલાવતા આવ્યા છે. પરંતુ શાસ્ત્રીના આવ્યા બાદ ધોનીને બંધનોમાં મૂકાવું પડ્યું.'

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એડિલેડ ટેસ્ટમાં જ્યારે કોહલીના શાનદાર પ્રદર્શનથી ટીમ જીતની નજીક પહોંચી તો કોહલી-શાસ્ત્રી પાર્ટનરશિપની વાત ઉઠવા લાગી. એવામાં ધોની આ પાર્ટનરશિપનો ભાગ બનવા માંગતા ન્હોતા. અને તેમણે તેનાથી અલગ રહેવાનું યોગ્ય સમજ્યું. પોતાની આ જ સમજનું ઉદાહરણ આપતા ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે વર્લ્ડકપ બાદ ધોની વનડેને પણ અલવિદા કહી શકે છે.

English summary
According to sources the increasing closeness between Virat Kohli and team director Ravi Shastri is believed to be the reason behind Dhoni’s decision to retire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X