For Daily Alerts
ટીમ ઇન્ડિયા માટે હાલ રવિન્દ્ર જાડેજા ઘણો મહત્વનોઃ કપિલ દેવ
કોલકતા, 21 જુલાઇઃ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે રવિન્દ્ર જાડેજાને ભારતીય ક્રિકેટ ટીમની હાલની સફળતાંનો શ્રેય આપ્યો છે અને સૌરાષ્ટ્રનો આ ખેલાડી હાલના સમયે ટીમનો સૌથી મહત્વનો ખેલાડી ગણાવ્યો છે.
કપિલે કહ્યું કે, જ્યારથી તે આવ્યો છે, ટીમમાં ઘણું અંતર આવ્યું છે. તે હાલના સમયે ઘણો મહત્વનો ખેલાડી છે. તેમણે કહ્યું કે, જાડેજા પોતાની શાનદાર બોલિંગ, બેટિંગ અને શ્રેષ્ઠ ફિલ્ડિંગના કારણે ટીમ માટે મહત્વનો બની ગયો છે.
કપિલે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં પોતાને ઓલરાઉન્ડર કરતા વઘુ શાનદાર રીતે સ્થાપિત કર્યો છે. તે એવો ખેલાડી છે, જેણે ફિલ્ડિંગના સ્તરમાં સુધારો કર્યો છે.
તેમણે કહ્યું કે, આવી કૌશલ્યતાવાળા ખેલાડીને જોઇને સારું લાગે છે, જે પોતાની બેટિંગ, બોલિંગ અને પોતાની શ્રેષ્ઠ ફિલ્ડિંગની મદદથી ટીમને મેચ જીતાડી શકે. તેને સલામ, ટીમમાં આ પ્રકારની કૌશલ્યતાવાળા બેટ્સમેન જોવા શાનદાર છે. વર્ષ 1983 વિશ્વકપ વિજેતા ટીમના સુકાની કપિલ દેવે બંગાળ ક્રિકેટ સંઘના વાર્ષિક એવોર્ડ સમારોહમાં આ વાત કહી હતી.