For Quick Alerts
For Daily Alerts
ધોનીને સુકાનીપદેથી હટાવોઃ શ્રીકાંત
નવીદિલ્હી, 4 જાન્યુઆરીઃ પાકિસ્તાને ત્રણ વનડેની શ્રેણીમાં સતત બીજી વખત ભારતને પરાજય આપીને શ્રેણી પર કબજો કરી લીધો છે. પાકિસ્તાની ટીમના 250 રનના જવાબમાં ટીમ ઇન્ડિયાએ શરમજનક પ્રદર્શન કરતા માત્ર 165 રન જ બનાવ્યા હતા. કોલકતામાં મળેલી હાર બાદ પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે ટીમ શા માટે બદલવામાં ના આવે, શા માટે સુકાની બદલવામાં ના આવે. પૂર્વ મુખ્ય પસંદગીકર્તા શ્રીકાંતનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે સુકાનીથી લઇને આખી ટીમમાં ફેરબદલ કરવામાં આવે. તેમણે કહ્યું કે, હવે સુકાનીની શોધ કરવામાં આવે, ધોની ટીમને આગળ લઇ જવામાં અસહજ દેખાઇ રહ્યો છે. તેમણે ઓપનિંગ જોડીને બદલવાની વકાલત પણ કરી છે.
નોંધનીય છે કે કોલકતામાં જીત માટે 251 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને પાકિસ્તાને 85 રનથી હરાવ્યું. ટીમ ઇન્ડિયા માત્ર 165 રનમાં ઓલ આઉટ થઇ ગઇ. 42 રન પર પહેલી વિકેટ પડી. બેટ્સમેનોની તું જા હું આવુંની વૃત્તિ ચેન્નાઇ વનડેની જેમ જ શરૂ થઇ ગઇ. 10મી ઓવરમાં પહેલી વિકેટ ગુમાવનારી ટીમ ઇન્ડિયા 31 ઓવર સુધીમાં માત્ર 61 રન જ જોડી શકી અને આ દરમિયાન તેની પાંચ વિકેટ પડી ગઇ હતી.
ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે સુકાની ધોનીએ સૌથી વધારે 54 રન બનાવ્યા. ધોનીએ પોતાની અણનમ ઇનિંગમાં 89 બોલનો સામનો કરીને ચાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. સેહવાગે 31 રન બનાવ્યા. સેહવાગે આ રન પોતાની શૈલી વિરુદ્ધ 43 બોલનો સામનો કરવો પડ્યો. જ્યારે છ બેટ્સમેનો ડબલના આંક સુધી પણ પહોંચી શક્યા નહીં.