For Daily Alerts
સ્પોટ ફિક્સિંગ: સુરેશ રૈનાને પૂછશે શ્રીલંકા ક્રિકેટ, કોણ હતી એ યુવતી?
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: આવનારા દિવસ ભારતના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, એવા સમાચાર આવી રહ્યા છે કે હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા મિસ્ટર રૈનાની આઇપીએલ ફિક્સિંગ અંગે પૂછપરછ કરી શકે છે. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર શ્રીલંકા ક્રિકેટ રૈના સાથે સટ્ટેબાજીના આરોપમાં સવાલ-જવાબ કરી શકે છે.
સમાચાર છે કે શ્રીલંકા ક્રિકેટે આ મામલાની તપાસ માટે એક કમિટિ બનાવી છે. અત્રે નોંધનીય છે કે વર્ષ 2010માં ટીમ ઇન્ડિયા શ્રીલંકાના જે હોટેલમાં રોકાઇ હતી ત્યાં રૈનાને એક યુવતી સાથે જોવામાં આવી હતી. બાદમાં માલૂમ પડ્યું કે એ યુવતીના સંબંધ એક સટ્ટેબાજ સાથે હતા.
સુરેશ રૈનાને પૂછશે શ્રીલંકા ક્રિકેટ... કોણ હતી એ યુવતી
થોડા દિવસો પહેલા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પણ લખ્યું હતું કે 2010માં ટીમ ઇન્ડિયાનો એક ક્રિકેટર મેચ દરમિયાન એક રાત્રે પોતાના રૂમમાં ન્હોતો પરંતુ સુંદર યુવતી સાથે સમય વિતાવી રહ્યો હતો. બાદમાં માલૂમ પડ્યૂ કે તેના બુકી સાથે સંબંધ હતા. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ સુરેશ રૈનાનું નામ લીધું નહીં પરંતુ શંકાની સોઈ સુરેશ રૈના પર જ જઇ રહી છે.