IPL 2022 : ટીમની હાર સહન ન થતા રિકી પોન્ટિંગે હોટલમાં તોડફોડ કરી!
નવી દિલ્હી : IPL 2022ની 34મી મેચમાં રાજસ્થાન રોયલ્સના હાથે દિલ્હી કેપિટલ્સને છેલ્લી ઓવરમાં હાર મળી હતી. આ જ મેચમાં નો બોલનો વિવાદ પણ થયો હતો, જેના કારણે દિલ્હી કેમ્પ નિરાશ જોવા મળ્યો હતો. બીજી તરફ મુખ્ય કોચ રિકી પોન્ટિંગ તે સમયે ટીમ સાથે ન હતા. તેના પરિવારનો એક સભ્ય કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેના કારણે તેણે પણ 5 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડ્યું હતું. રાજસ્થાન સામેની મેચ દરમિયાન પોન્ટિંગ ટીમ સાથે નહોતો. જ્યારે ટીમ હારી ગઈ ત્યારે તેને હોટલમાં હતાશામાં તોડફોડ પણ કરી હતી, જેનો તેણે પોતે જ ખુલાસો કર્યો છે.
પોન્ટિંગ હવે ટીમ સાથે ફરી જોડાયો છે પરંતુ તે છેલ્લી મેચથી દૂર હતો તે સમયને યાદ કરતાં પોન્ટિંગે કહ્યું કે જ્યારે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઓવરમાં હારી ગઈ ત્યારે તે નિરાશાજનક અનુભવ હતો. તે એ વાતનું પણ દુઃખ છે કે તે સમયે તે ટીમ સાથે ન હતો અને ટીમને નિર્દેશન કરી શક્યો ન હતો. પોન્ટિગે કહ્યું કે તેની નિરાશામાં તેણે હોટલના રૂમમાં કેટલાક ટેલિવિઝન રિમોટ તોડી નાખ્યા. પોન્ટિંગે કહ્યું કે, "ફરીથી ટીમ સાથે રહીને સારું લાગે છે, પરંતુ છેલ્લી મેચમાં ટીમ સાથે ન હોવું નિરાશાજનક હતું. મેં 3-4 રિમોટ કંટ્રોલ તોડી નાખ્યા. મેં દિવાલ પર 3 કે 4 પાણીની બોટલો ફેંકી.''
તેણે આગળ કહ્યું, "જ્યારે તમે કોચ બન્યા પછી પણ સાઈડમાં હોવ અને તમે મેદાન પર જે વસ્તુઓ બની રહી છે તેને સંભાળી શકતા નથી તો તે સમય ઘણો મુશ્કેલ હોય છે. શરૂઆત સારી રીતે કરી, પરંતુ તે પછીથી ટીમ ભટકતી દેખાઈ. દિલ્હી 7 મેચમાં 4 હારી છે. પોન્ટિંગે કહ્યું કે તેને લાગ્યુ કે 20 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે 9 વિકેટની શાનદાર જીત બાદ દિલ્હી જીતની દોડમાં હશે, પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે 15 રનથી હારી ગયા. પોન્ટિંગ ડગ આઉટ સમયે ન હોવાથી રિષભ પંતે સહાયક કોચ પ્રવીણ આમરેને પીચ પર મોકલ્યો, કારણ કે કમરથી ઉપર જતા બોલને મેદાન પરના અમ્પાયર દ્વારા નો-બોલ આપવામાં આવ્યો ન હતો, જેનો ઉગ્ર વિરોધ થયો હતો.
પોન્ટિંગે કહ્યું, "મેં આ વર્ષે ઘણી વખત કહ્યું છે કે અમારી ટીમ આખી મેચમાં 36 અથવા 37 ઓવરમાં સારી રીતે રમે છે, પરંતુ છેલ્લી ત્રણ ઓવરમાં વસ્તુઓ બદલાઈ જાય છે અને તેથી જ અમે સતત પ્રદર્શન કરવાનું ચૂકી જઈએ છીએ. અમે અમારી જાતને તૈયાર કરી રહ્યાં છીએ, સીઝનના પહેલા ભાગમાં વસ્તુઓ બનાવવાનો પ્રયાસ કરો. પરંતુ અમારું પ્રદર્શન એવું રહ્યું છે કે અમે એક મેચ જીતીએ છીએ અને એક મેચ ગુમાવીએ છીએ. તેથી અમારે થોડી ગતિ મેળવવાની જરૂર છે.