For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરાજિત ફેડરર બોલ્યો, 'ટેનિસમાં કરીશ પુનરાગમન'

|
Google Oneindia Gujarati News

લંડન, 27 જૂનઃ વિમ્બલડનના બીજા દોરમાં અપ્રત્યાશિત પરાજય બાદ રોજર ફેડરરે કહ્યું છે કે હજુ તેની અંદર ટેનિસના કેટલાક વર્ષો બચેલા છે અને તે પુનરાગમન કરશે. ફેડરરને વિશ્વના 116માં નંબરના ખેલાડી યુક્રેનના સર્જેઇ સ્ટાખોવસ્કીએ 6-7, 7-6, 7-5, 7-6થી હરાવ્યો. આ સાથે જ ફેડરરનો સતત 36 ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો સિલસિલો પણ તૂટી ગયો, જે વિમ્બલડન 2004થી શરૂ થયો હતો.

સ્વિત્જરલેન્ડના આ મહાન ખેલાડીએ કહ્યું કે બીજા દોરમાં હાર મળી હોવા છતાં હું વિચલિત થયો નથી. વિશ્વના ત્રીજા નંબરના ખેલાડીએ કહ્યું કે ટેનિસ ઘણા બદલાવના સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને નિચલી રેન્કિના ખેલાડી તેમને, રફેલ નડાલ, નોવાક જોકોવિચ, એન્ડી મૂરેને હરાવી રહ્યાં છે.

federer
ફેડરરે કહ્યું કે, મારી અંદર હજુ પણ ટેનિસના કેટલાક વર્ષો બાકી છે, સતત 36 વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ આ રીતે હારવું સામાન્ય છે. મારી એવી ઇચ્છા હતી કે આગળ સુધી જઇ શકતો, પરંતુ મને નથી લાગતુ કે મારા પ્રશંસકોને આ હારનો શોક મનાવવાની જરૂર છે. સાત વાર વિમ્બલડન ચેમ્પિયને કહ્યું કે, હું તેને ભૂલીને આગળ વધી ગયો છું. જ્યાં સુધી નિવૃત્તિનો સવાલ છે તો હુ હજું નિવૃત્તિ નથી લેવા જઇ રહ્યો.
English summary
On one of the most surprising days at Wimbledon ever, this may have been the most surprising.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X