For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિત સૌથી પ્રતિભાશાળી બેટ્સમેનઃ ધોની

|
Google Oneindia Gujarati News

rohit-sharma
મોહાલી, 24 જાન્યુઆરીઃ મોહાલીમાં ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચૌથી વનડે મેચમાં ટીમના પાંચ વિકેટના વિજયમાં રોહિત શર્માના યોગદાનના વખાણ કર્યા છે. ધોનીએ આ બેટ્સમેનને સૌથી પ્રતિભાવાન બેટ્સમેન ગણાવ્યો છે.

ધોનીએ મેચ બાદ પ્રેસ કોન્ફરસમાં કહ્યું કે, મને ખુશી છે કે તેણે રન બનાવ્યા કારણ કે તે સૌથી પ્રતિભાવાન બેટ્સમેનોમાનો એક છે. તેને આવા પ્રકારની એક ઇનિંગની ઘણી જરૂર હતી. તેનાથી તેનો આત્મવિશ્વાસ વધશે અને તેને સમય મળશે. વ્યક્તિગત રીતે હું તેના માટે ઘણો ખુશ છું.

તેમણે કહ્યું કે, અમને બધાને લાગે છે કે તે એવો ખેલાડી છે કે જે ઘણા સમયથી ઓપનિંગ બેટ્સમેન બની શકે છે, કારણ કે તે કટ અને પુલ ઘણું સારી રીતે રમે છે. ઓપનિંગ બેટ્સમેનમાં તમારે થોડું આક્રમક થવાની જરૂર છે અને મને લાગે છે કે તેણે આ પડકારનો સ્વિકાર કર્યો છે. તેને મનોજમાં અનફિટ થવાના કારણે ટીમમાંથી સામેલ કરવામાં આવ્યા હતા તેથી તેની પાસે તક હતી. સારી વાત એ છે કે તેણે પડકારનો સ્વિકાર કર્યો છે.

રોહિતે 83 રન બનાવ્યા, પરંતુ જ્યારે ધોનીને પૂછવામા આવ્યું કે જો આ બેટ્સમેન આજે નિષ્ફળ ગયો હોત તો શું થયું હોત, તેના જવાબમાં સુકાનીએ કહ્યું કે, આ મુશ્કેલ સવાલ છે. મને નથી ખબર છે કે જો તે રન ના બનાવી શકત કે પછી કોઇ પણ અન્ય દશામાં શું થયું હોત. અમે એક સર્વશ્રેષ્ઠ વસ્તુ એ હોઇ શકે છે કે તેને ધર્મશાળામાં તેને વધુ એક તક આપવામાં આવે અને પછી જોઇએ. અમને બધાને લાગે છે કે તે ઘણો પ્રતિભાવાન છે.

English summary
Indian captain Mahendra Singh Dhoni praised Rohit Sharma for his contribution in India’s comprehensive five wicket victory over England in the fourth ODI here and described him as the most god gifted talent around.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X