For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિને પોતાની પાર્ટી માટે વિનોદ કાંબલીને ના આપ્યું આમંત્રણ!

|
Google Oneindia Gujarati News

vinod kambli
મુંબઇ, 19 નવેમ્બર: મુંબઇના અંધેરીમાં એક હોટલમાં સચિન તેંડુલકરની શાનદાર ફેરવેલ પાર્ટી મધરાત સુધી ચાલતી રહી. પાર્ટીમાં રમતની દુનિયાની સાથે સાથે સિનેમા, રાજનીતિ અને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સચિનની આ પાર્ટીમાં બોલિવુડના અમિતાભ બચ્ચન, આમિર ખાન, તેમની પત્ની કિરણ રાવ, અરશદ વારસી, સોનુ નિગમ જેવા દિગ્ગજોએ હાજરી આપી હતી. શરદ પવાર અને રાજ ઠાકરે જેવા કદ્દાવર નેતા પણ માસ્ટર બ્લાસ્ટરની પાર્ટીમાં આવ્યા હતા.

પરંતુ સચિનના બાળપણના મિત્ર વિનોદ કાંબલી પાર્ટીમાં દેખાયા નહીં. આ ચર્ચાનો વિષય રહ્યો કે કાંબલી પાર્ટીમાં શા માટે ના આવ્યા. એવું પણ કહેવામાં આવે છે કે સચિને વિનોદ કાંબલીને પાર્ટીમાં આવવા માટે આમંત્રણ જ ન્હોતું આપ્યું એટલા માટે તે પાર્ટીમાં ન્હોતા આવ્યા.

પાર્ટીમાં વેસ્ટઇન્ડિઝની ટીમના પૂર્વ ખેલાડી અને મહાન બેટ્સમેન બ્રાયન લારાને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સચિને 16 નવેમ્બરના રોજ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઇ લીધું.

સચિને પોતાની છેલ્લી 200મી ટેસ્ટ વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝની સામે રમી. ભારત સરકારે સચિનને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવાની જાહેરાત કરી છે.

English summary
Sachin Tendulkar did not give invitation to his childhood friend Vindod kambli in farewell party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X