For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 વર્ષમાં સૌથી નીચે ગયો સચિનનો પરફોર્મન્સ ગ્રાફ

|
Google Oneindia Gujarati News

sachin
નવી દિલ્હી, 29 માર્ચઃ ગત બે વર્ષોથી કોઇ સદી નહીં લગાવનાર અને લગભગ 32 રન પ્રતિ ઇનિંગની એવરેજથી રન બનાવવાના કારણે સચિન તેંડુલકરના ઓવરઓલ એવરેજમાં પણ ઘટાડો આવ્યો છે, જે 14 વર્ષમાં પહેલીવાર 54 રન પ્રતિ ઇનિંગ કરતા નીચે આવી ગયું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી ચાર મેચોની શ્રેણીમાં દિલ્હીમાં રમાયેલી ચોથી અને અંતિમ વનડેમાં 32 અને 1 રન બનાવવાના કારણે તેંડુલકરની એવરેજ 53.86 થઇ ગઇ.

આ છેલ્લા 14 વર્ષમાં પહેલીવાર બન્યુ છે, જ્યારે આ સ્ટાર બેટ્સમેનની એવરેજ નીચે ગઇ છે. આ પહેલા ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન વિરુદ્ધ કોલકતામાં રમાયેલી મેચ બાદ તેંડુલકરની એવરેજ 54 રન પ્રતિ ઇનિંગ કરતા ઓછી થઇ હતી. આ એ જ મેચ હતી જેમાં પહેલી ઇનિંગમાં શોએબ અખતરે તેને શૂન્ય પર આઉટ કર્યો હતો અને બીજી ઇનિંગમાં તે નવ રન પર વિવાદાસ્પદ રીતે રન આઉટ થયો હતો. ત્યારબાદ તેંડુલકરની એવરેજ ઘટીને 53.19 પર પહોંચી ગઇ હતી.

તેંડુલકરે ત્યારબાદ શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં જે મેચ રમાઇ હતી તેમાં 53 અને અણનમ 124 રનની બે શાનદાર ઇનિંગ રમી હતી જેના કારણે તેની એવરેજ 54.49 સુધી પહોંચી ગઇ હતી. ત્યારબાદ માસ્ટર બ્લાસ્ટરે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને 14 વર્ષ સુધી પોતાની એવરેજને 54થી ઓછી થવા દીધી નહીં. આ વચ્ચે ફેબ્રુઆરી 202માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ નાગપુરમાં 176 રન બનાવવાના કારણે તેની એવરેજ 58.87 પર પહોંચી ગઇ હતી, જે તેંડુલકરની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ એવરેજ છે.

જુન 2001થી ડિસેમ્બર 2002 સુધી તેંડુલકરની એવરેજ 57 રન પ્રતિ ઇનિંગની નજીક રહ્યા, પરંતુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જાન્યુઆરી 2011માં અંતિમ સદી ફટકાર્યા બાદ તેની એવરેજમાં ઘટાડો નોંધાયો હતો. તેંડુલકરે ચાર જાન્યુઆરી 2011એ કેપટાઉનમાં 146 રનની ઇનિંગ રમી હતી. આ મેચ બાદ તેની એવરેજ 56.94 પર પહોંચી ગઇ હતી પરંતુ સતત મોટી ઇનિંગ નહીં રમવાના કારણે જાન્યુઆરી 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચમાં સચિનની એવરેજ 56ની નીચે પહોંચી ગઇ હતી.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેંડુલકરે 35.87ની એવરેજથી 287 રન બનાવ્યા. આ શ્રેણીમાં એવરેજ 55.44 પહોંચી ગયું હતું. ત્યારબાદ તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મેચની ત્રણ ઇનિંગમાં માત્ર 63 રન બનાવી શક્યો. જેની અસર તેની ઓવરઓર એવરેજ પર પણ પડી જે 55થી પણ નીચે પહોંચવાની સ્થિતિમાં આવી ગઇ.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં માત્ર 13 રન બનાવવાના કારણે તેની એવરેજ 54.93 સુધી પહોંચી ગઇ હતી. તેંડુલકરે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ શ્રેણીમાં 18.66ની એવરેજથી 112 રન બનાવ્યા હતા. સ્વાભાવિક હતું કે તેની એવરેજ તેનાથી ઘણી જ ખરાબ રીતે પ્રભાવિત થઇ. ભારતે આ શ્રેણી 1-2થી ગુમાવી હતી અને તેંડુલકરની એરેજ પણ 54.32એ પહોંચી ગઇ હતી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં ચેન્નાઇમાં રમાયેલી પહેલી મેચમાં તેંડુલકરે 81 અને અણનમ 13 રનની ઇંનિગ રમીને પોતાની એવરેજને 54.46 પર પહોંચાડી દીધી પરંતુ ત્યારબાદની પાંચ ઇનિંગમાં તેણે 7, 37, 21, 32 અને 1 જ રન બનાવ્યો. આ રીતે તેની શ્રેણીમાં તે 32.00ની એવરેજથી 192 રન જ બનાવી શક્યો હતો, જેના કારણે તેની એવરેજ 21મી સદીમાં પહેલીવાર 54થી નીચે જતી રહી હતી.

English summary
sachin tendulkar average down in last 14th year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X