For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પંચતત્વમાં વિલીન થયા ગુરુ રમાકાંત આચરેકર, ખૂબ રડ્યા સચિન તેંડુલકર

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરનું પાર્થિવ શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરનું પાર્થિવ શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયુ છે. તેમની અંતિમ યાત્રામાં સચિન તેંડુલકરે તેમને કાંધ આપી. આચરેકરના વધુ એક શિષ્ય અને સચિનના બાળપણના દોસ્ત વિનોદ કાંબલી પણ આ સમયે સાથે રહ્યા હતા. આ ભાવભીની યાત્રા દરમિયાન સચિન પોતાની ભાવનાઓને રોકવાની ખૂબ કોશિશ કરી, જેમ સેલિબ્રિટીઓ સામાન્ય રીતે કરતા હોય છે. પરંતુ સચિન ઘણી વાર પોતાના આંસુઓ રોકવામાં નિષ્ફળ રહ્યા.

ગુરુને અંતિમ યાત્રામાં સચિને આપી કાંધ

ગુરુને અંતિમ યાત્રામાં સચિને આપી કાંધ

તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરના કોચ આચરેકરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયુ હતુ. વર્ષ 1990માં રમાકાંત આચરેકરને દ્રોણાચાર્ય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. 2010માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 2010માં તેમને લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગયા શિક્ષક દિવસ પર સચિન તેંડુલકરે જણાવ્યુ હતુ કે કેવી રીતે તેમના કોચે તેમને આ કાબિલ બનાવ્યા અને તેમની ટ્રેનિંગ પર સતત ધ્યાન આપ્યુ.

આંસુઓ સાથે આપી ગુરુને અંતિમ વિદાય

રમાકાંત આચરેકરના કોચિંગમાં જ સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, સમીર દીઘે, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધુ જેવા ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની રમત નિખારી. સમયે સમયે સચિન તેંડુલકર પોતાના કોચ રમાકાંત આચરેકરને મળવા જતા હતા. તેમણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે કોચ અને શિક્ષક માતાપિતાની જેમ હોય છે. તેમણે કહ્યુ કે આપણે માતાપિતાથી વધુ શિક્ષક સાથે સમય પસાર કરીએ છીએ. દાદરના શિવાજી પાર્કમાં કોચ રમાકાંત આચરેકર સચિન તેંડુલકરને ટ્રેનિંગ આપતા હતા. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યુ કે સર ક્યારેક ક્યારેક બહુ સ્ટ્રીક્ટ પણ હતા, ઘણા અનુશાસિત હતા પરંતુ એટલો જ પ્રેમ પણ કરતા હતા. સચિન ગુરુને અંતિમ વિદાય આપતી વખતે પોતાના આંસુ ન રોકી શક્યા.

જૂની યાદોનો એક અમિટ કિસ્સો

જ્યારે સચિન સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તો તેમના કોચ આચરેકર એક રૂપિયાનો સિક્કો સ્ટંપ પર મૂકી દેતા હતા અને બધા બોલરોને કહેતા હતા કે જો તેમણે સચિનની વિકેટ લીધી તો તે સિક્કો તેમનો થઈ જશે પરંતુ જો સચિનની વિકેટ આખા સેશનમાં કોઈ ન લઈ શક્યુ તો તે સિક્કો તેંડુલકરના નામે થઈ જતો હતો. સચિને કુલ 13 સિક્કા જીત્યા અને તેને પોતાના જીવનની સૌથી મોટી ગિફ્ટ માને છે.

આ પણ વાંચોઃ શિરડી સાઈ મંદિરમાં 11 દિવસમાં આવ્યુ 14.54 કરોડ રૂપિયાનું દાનઆ પણ વાંચોઃ શિરડી સાઈ મંદિરમાં 11 દિવસમાં આવ્યુ 14.54 કરોડ રૂપિયાનું દાન

English summary
sachin tendulkar cried at the ramakant achrekar funeral see video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X