
મુંબઇ ટેસ્ટ: પ્રથમ દિવસે ભારત 157/2, 38 રન સાથે સચિન અણનમ
મુંબઇ, 14 નવેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝની સાથે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વેસ્ટઇન્ડિઝ 182 રનમાં ઓલ આઉટ થઇ ગયું છે. બેટિંગ કરવા માટે ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમને ક્રિસ ગેઇના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. અહમદ શમીએ ગેઇલને 11 રન પર જ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. ત્યારબાદ અશ્વિને ડ્વેન બ્રાવોને 29 રન પર આઉટ કરી દીધો. આ પછી વેસ્ટઇન્ડિઝના ધુરંધરો એક પછી એક ભારતીય ટીમ સામે નતમસ્તક થઇ ગયા, અને સસ્તામાં પેવેલિયન ભેગા થઇ ગયા.
ભારત તરફથી પ્રજ્ઞાન ઓઝાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે આર. અશ્વિને 3 વિકેટ પોતાના નામે કરી હતી, તેમજ મોહમ્મદ સામીએ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ દિવસે પોતાની પહેલી પારીમાં 2 વિકેટના નુકસાન પર 157 રન નોંધાવ્યા છે. શિખર ધવન 33 અને મુરલી વિજય 43 રન બનાવીને આઉટ થઇ ગયા છે. જ્યારે ક્રિઝ પર પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 38 રન અને ચેતેશ્વર પુજારા 34 રન પર અણનમ છે.
સચિનની 200મી અને ચંદ્રપૉલની 150મી ટેસ્ટ:
આ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના કેરિયરની 200મી અને છેલ્લી ટેસ્ટ મેચ છે. સચિન આ મેચ બાદ ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લઇ લેવાના છે. સચિન પાસે ચાહકોને શાનદાર પારીની આશા છે. તેઓ કોલકાતામાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં 10 રન જ બનાવી શક્યા હતા. ભારતે પ્રથમ ટેસ્ટ એક પારી અને 51 રનથી જીતી લીધી બતી. આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ બેસ્ટમેન શિવનારાયણ ચંદ્રપૉલ પોતાની 150મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે.
ફેન્સ અને અન્ય હસ્તીઓ મેદાનમાં:
માસ્ટર બ્લાસ્ટરને મેદાનમાંથી વિદાય લેતા જોવા માટે તેમના ફેન્સમાં મારામારી મચેલી છે, આ ઉપરાંત બોલીવુડની હસ્તિઓ, કોર્પોરેટ જગત અને બ્રાયન લારાથી લઇને શોએબ અખ્તર સુધીના મહાન ક્રિકેટર અને ક્યારેક મેદાન પર તેમના વિપક્ષી અને ટીકાકાર રહેલા દિગ્ગજ પણ તેમની 200મી ટેસ્ટ જોવા માટે સ્ટેડિયમમાં હાજર છે.
સચિનની માતા પણ સ્ટેડિયમમાં:
પહેલીવાર સચિનની માતા રજની પણ મેદાન પર પોતાના દિકરાને રમતો જોવા માટે ઉત્સાહિત છે. જોકે દુ:ખની વાત એ છે કે છેલ્લીવાર પોતાના દિકરાને બેટિંગ કરતા જોશે. વર્ષેથી દેશની આશાઓનો ભાર પોતાના ખભા પર ઉઠાવતા સચિને 199 ટેસ્ટોમાં 15847 રન બનાવ્યા છે અને તેમની પાસે તેમની છેલ્લી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારવાની આશા સેવાઇ રહી છે. જો સચિન આ મેચમાં 153 રન બનાવી લે છે તો તેઓ 200 ટેસ્ટમાં 16000 રનોના આંકડાઓને પાર કરી લેશે.
ભારત: મહેન્દ્ર સિંહ ધોની (કપ્તાન), શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, પ્રજ્ઞાન ઓઝા, મોહમ્મદ શમી.
વેસ્ટઇન્ડિઝ: ક્રિસ ગેઇલ, કીરન પૉવેલ, ડારેન બ્રાવો, માર્લન સેમ્યુએલ્સ, શિવનારાયણ ચંદ્રપૉલ, દિનેશ રામદીન, શેન શિલિંગફોર્ડ, શેલ્ડન કૉટરેલ, નરસિંહ દેવનારાયણ, વીરાસેમી પરમૉલ અને ટીનો બેસ્ટ, શેનોન ગેબ્રિયલ.