For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન રમશે 200મી ટેસ્ટ, મુંબઇમાં થશે નિવૃત્ત!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 2 સપ્ટેમ્બરઃ સચિન તેંડુલકરનો નિવૃત્તિનો પ્લાન ફિક્સ થઇ ગયો છે. જીહાં, બીસીસીઆઇ સૂત્રોની વાતને માનીએ તો વેસ્ટ ઇન્ડિઝ, ભારતના પ્રવાસ પર આવશે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. એટલે કે સચિનની 200મી ટેસ્ટ આ શ્રેણીમાં પૂરી થઇ જશે. સમાચારો અનુસાર, પહેલી ટેસ્ટ કોલકતા અને બીજી અને આખરી ટેસ્ટ મુંબઇમાં રમાશે. સંદેશ સ્પષ્ટ છે કે સચિન તેંડુલકર પોતાના ઘરેલુ મેદાનથી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે.

જો કે, તેના પર હજુ સુધી કેટલીક શંકાઓ છે કે સચિન મુંબઇમાં જ 200મી મેચ રમશે. એમસીએ અધ્યક્ષ રવિ સાંવતે જણાવ્યું, બોર્ડની રોટેશન નીતિ હેઠળ આ નિર્ણય કરવામાં આવશે. તેથી કોઇ ગેરન્ટી નથી કે મેચની મેજબાની અમને જ મળશે બીસીસીઆઇની કાર્યસમિતિએ રવિવારે કોલકતામાં બેઠક કરી અને બે ટેસ્ટ તથા પાંચ મેચોની વનડે શ્રેણી માટે નવેમ્બરમાં પાંચ મેચોની વનડે શ્રેણી માટે નવેમ્બરમાં વેસ્ટઇન્ડિઝની મેજબાનીના પ્રસ્તાવની સ્વિકૃતિ આપી. આ પ્રવાસ આઇસીસીના ભવિષ્ય પ્રવાસ કાર્યક્રમનો ભાગ નથી. કારણ કે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાનો છે.

2 ટેસ્ટ મેચોની શ્રેણી

2 ટેસ્ટ મેચોની શ્રેણી

બે ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ તેંડુલકરની 200મી ટેસ્ટ હશે અને માનવામાં આવી રહ્યું છે કે, તેનું આયોજન તેંડુલકરનું ઘરેલું મેદાન પર હોઇ શકે છે.

ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મુંબઇમાં રમાઇ હતી

ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મુંબઇમાં રમાઇ હતી

મુંબઇના વાનખેડે સ્ટેડિયમે ગયા વર્ષે ઇંગ્લેન્ડ વિરુદ્ધની બીજી ટેસ્ટની મેજબાની કરી હતી. પહેલી ટેસ્ટ અમદાવાદના મોટેરામાં જ્યારે અંતિમ બે કોલકતા અને નાગપુરમાં રમાઇ હતી.

વનડે અને ટી-20માંથી સચિને લઇ લીધી છે નિવૃત્તિ

વનડે અને ટી-20માંથી સચિને લઇ લીધી છે નિવૃત્તિ

તેંડુલકરે વનડે અને ટી-20માંથી નિવૃત્તિ લઇ ચૂક્યા છે. તેમણે 463 વનડે મેચોમાં 44.83ની એવરેજથી 18,426 રન બનાવ્યા છે, જેમાં 49 સદીથી સામેલ છે. બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે, કાર્યકારિણી સમિતિએ દક્ષિણ આફ્રિકા શ્રેણી પર કોઇ ચર્ચા કરવામાં આવી નથી. જેને કાર્યક્રમને ભારતે અંતિમ રૂપ આપવાનું છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા પ્રસ્તાવિત કાર્યક્રમને ભારતે ખારીજ કરી દીધા હતા.

ચેન્નાઇમાં 29 સપ્ટેમ્બરે બેઠક

ચેન્નાઇમાં 29 સપ્ટેમ્બરે બેઠક

અધિકારીઓએ કહ્યું કે, ચેન્નાઇમાં 29 સપ્ટેમ્બરમાં થનારી બીસીસીઆઇની સામાન્ય બેઠકની અધ્યક્ષતા એન શ્રીનિવાસન કરશે, જેમને આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણ બાદ બોર્ડ અધ્યક્ષ પદની જવાબદારીઓથી અલગ થવું પડ્યું હતું.

જગમોહન દાલમિયા રાખશે ગતિવિધિઓ પર નજર

જગમોહન દાલમિયા રાખશે ગતિવિધિઓ પર નજર

અંતરિમ અધ્યક્ષ જગમહોન દાલમિયા આ સામાન્ય વાર્ષિક બેઠક સુધી દિન પ્રતિદિનની ગતિવિધિઓની દેખરેખ કરશે. તેમણે એમ પણ કહ્યું કે બીસીસીઆઇની અનુશાસનાત્મક સમિતિ દિલ્હીમાં 13 સપ્ટેમ્બરની બેઠક કરશે. જેમાં સ્પોટ ફિક્સિંગ પ્રકરણ પર બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમના અધ્યક્ષ રવિ સાંવતની રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે.

English summary
Apart from being touted as a big ticket series, India’s tour of South Africa had attracted interest as Sachin Tendulkar was slated to play his 200th Test there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X