For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન અને હું હવે મિત્રો નથીઃ વિનોદ કાંબલી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 નવેમ્બરઃ મહાન ખેલાડી સચિન તેંડુલકરના નાનપણના મિત્ર વિનોદ કાંબલીનું કહેવું છે કે, હવે હું અને સચિન મિત્રો નથી. હું એ વાતથી નિરાશ છું કે તેણે પોતાની ફેરવેલ સ્પીચમાં મારું નામ પણ ના લીધું. મને લાગે છે કે, તેણે મારા અંગે કંઇક તો કહેવું હતું, કારણ કે અમે બન્નેએ એક સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. એક જ કોચની દેખરેખમાં રમ્યા હતા.

vinod-kambli
કાંબલીએ કહ્યું છે કે, અમે ઘણી વાતો એકબીજા સાથે શેર કરી છે. શારદાશ્રમ સ્કૂલમાં અમારી વચ્ચે 664 રનની ભાગીદારી થઇ હતી. એ અમારા બન્નેની કારકિર્દી માટે લાઇફ ચેંજિંગ સાબીત થઇ. મુંબઇ ટેસ્ટમાં જેટલો ભાવુક સચિન હતો, તેટલીવાર હું પણ મારી જાતને રડતાં રોકી શક્યો નહોતો. તેણે જે રીતે દેશ અને ક્રિકેટની સેવા કરી, તે બદલ હું તેને સેલ્યુટ કરું છું.

નોંધનીય છે કે, સચિને પોતાની નિવૃત્તિ બાદ આયોજિત ડીનર પાર્ટીમાં ક્રિકેટર્સ, નેતાઓ અને અભિનેતાઓને બોલાવ્યા પરંતુ કાંબલીને આમંત્રિત કર્યો નહોતો. સચિને કાંબલીને મુંબઇ ટેસ્ટ જોવા આવવા માટે પણ આમંત્રિત નહોતો કર્યો. કાંબલીનું કહેવું છે કે, અમે એકબીજાને લગભગ સાત વર્ષ પહેલા મળ્યા હતા.

આ ઉપરાંત 2009માં એક ટીવી ચેનલની સાથે વાતચીત દરમિયાન કાંબલીએ કહ્યું કે, સચિને મારી કારકિર્દીના મુશ્કેલ સમયમાં મને મદદ નહોતી કરી.

English summary
Every cricket fan knows about Sachin Tendulkar and Vinod Kambli's friendship. But that same bonhomie between the duo is missing now, according to Kambli who feels they have "become enemies now".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X