• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ક્રિકેટના ભગવાન' સચિનને ઓસી.નું વિશેષ સન્માન

By Super
|
sachin tendulkar
નવીદિલ્હી, 16 ઑક્ટોબરઃ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર વધુ એક યશકલ્ગી પોતાના શિરે લગાવવા જઇ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી જુલિયા ગુલાર્ડે સચિનને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાનો સભ્ય બનાવવાની જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત મંગળવારે કરી છે. અત્રે નોંધનીય છે કે, આ સન્માન ભાગ્યેજ બીન ઓસ્ટ્રેલિયનને આપવામાં આવે છે.

39 વર્ષિય સચિન તેંડુલકર, કે જે હાલ સાઉથ આફ્રિકામાં ચેમ્પિયન્સ લિગ ટી20 રમવા ગયો છે એ બીજો ભારતીય છે જે આ સન્માન મેળવી રહ્યો છે. સચિન પહેલા આ સન્માન ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલ સોરાબજીને આપવામાં આવ્યું હતું.

2006માં ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષિય સંબંધોમાં કાયદાના ક્ષેત્રમાં સેવા બદલ સોરાબજીને હોનરરી મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા બનાવવામાં આવ્યાં હતા.

ભારતની મુલાકાતે આવેલા ગિલાર્ડે પત્રકારોને કહ્યું, "ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ખરેખર શ્રેષ્ઠ બોન્ડ છે. બન્ને રાષ્ટ્રની જનતા ક્રિકેટ પ્રેમી છે. ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયામાં સચિન તેંડુલકરને સભ્યપદ આપીને હું ખણી ખુશ થઇ છું."

"આ એક ઘણું જ ખાસ સન્માન છે, અને ઓસ્ટ્રેલિયન નાગરીક કે રાષ્ટ્રીયતા ના હોય તેને ભાગ્યેજ સન્માન આપવામાં આવે છે. જ્યારે કેબિનેટ મિનિસ્ટર સિમોન ક્રીએન ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ આ સન્માન સચિને આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો,"તેમણે કહ્યું છે.

"તેથી, શ્રેષ્ઠ બેટ્સમેન માટે આ ખાસ સન્માન અને ખાસ ઓળખ છે. આ સન્માન ઘણું જ ખાસ છે અને સચિન શ્રેષ્ઠ ક્રિકેટર છે."

અત્રે એ વાત નોંધનીય છે કે સચિન તેંડુલકર પહેલા ક્રિકેટર નથી કે જેને આ સન્માન મળ્યું છે. તેના પહેલા વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાને 2009માં ક્લાઇવ લોઇડને 1985માં આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

English summary
Sachin Tendulkar is set to add another feather to his already crowded cap as Australian Prime Minister Julia Gillard on Tuesday announced that the iconic Indian cricketer will be conferred the membership of the Order of Australia, an honour "rarely" awarded to non-Australians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more