• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જન્મદિવસે 40 પાઉન્ડની કેક કાપશે સચિન તેંડુલકર

|
Google Oneindia Gujarati News
કોલકાતા, 20 એપ્રિલ: ભારતના મહાનતમ ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાના જન્મદિવસ પર 40 પાઉન્ડની કેક કાપવા જઇ રહ્યા છે. કેક પર સચિનની ચાલીસ તસવીરો લગાવેલી હશે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ રત્ન સચિન આ 24 એપ્રિલના રોજ પોતાના જીવનના 40 વર્ષ પૂરા કરશે.

આ પ્રસંગે સચિન પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સની સાથે હશે અને ઇડેન ગાર્ડન પર મેચ રમાશે. જન્મદિવસ ટીમના ડ્રેસિંગ રૂમમાં મનાવવામાં આવશે. આના માટે બંગાળ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ સુબીર ગાંગૂલીએ જણાવ્યું કે અમે સચિનના જન્મદિવસને ખાસ રીતે મનાવવાની યોજના બનાવી છે.

જોકે માસ્ટર બ્લાસ્ટર પહેલા તો આ ઉજવણી માટે તૈયાર ન્હોતા, પરંતુ બાદમાં વિનંતી કરતા તેઓ માની ગયા. એ કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રસંગે સચિન રામકૃષ્ણ મિશન સાંસ્કૃતિક સંસ્થાન જોવા માટે પણ જશે.

English summary
According to CAB Sachin Tendulkar will cut 40 pounds cake on his birthday. On the day, he will play an IPL match at Eden Gardens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X