For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બ્રાયન લારાએ નહી, સચિને જીતાડી છે વધુ મેચ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જુલાઇ: રિકી પોટિંગ ભલે માનતા હોય કે સચિન તેંડુલકરની તુલના બ્રાયન લારાએ પોતાની ટીમ માટે વધુ મેચ જીતી હોય, પરંતુ આંકડા તેનાથી વિરૂદ્ધ દર્શાવી રહ્યાં છે અને તેમાં પોતાની ટીમ માટે મેચ જીતવાના મુદ્દે ભારતીય બેટ્સમેન કેરેબિયાઇ દિગ્ગજથી ઘણા આગળ છે.

રિકીં પોટિંગે તાજેતરમાં કહ્યું હતું કે સચિન તેંડુલકર અને બ્રાયન લારા મારી નજરમાં બે સારા બેટ્સમેન છે. લારાએ પોતાની ટીમ માટે સચિન તેંડુલકર કરતાં વધુ મેચ જીતી છે. પરંતુ જો આંકડો પર નજર કરીએ તો લારાની હાજરીમાં વેસ્ટઇન્ડિઝે ફક્ત 24.42 ટકા ટેસ્ટ મેચ જીતી છે જ્યારે સચિન તેંડુલકરની હાજરીમાં ભારતે 35.35 ટકા ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. આ મેચોમાં જો આ બંનેના પ્રદર્શને જોઇએ તો પછી બ્રાયન લારાના કુલ રનોના 24.50 ટકા રન તેમની ટીમની જીત માટે કામ લાગ્યાં છે જ્યારે સચિન તેંડુલકરના મામલે આ આંકડો 37.01 ટકા છે.

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં જે 100 સદી ફટકારી છે તેમાંથી તે 53 સદી ભારતની જીત માટે કામ લાગી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમની સદીઓની સંખ્યા 20 જે તેમની કુલ સદીના 39.01 ટકા છે. બ્રાયન લારાએ ટેસ્ટ મેચોમાં 34 સદી ફટકારી છે પરંતુ તેમાંથી ફક્ત આઠ સદી (23.52 ટકા) જ વેસ્ટઇન્ડિઝને જીત આપી શકી છે.

lara-sachin

જો સચિન તેંડુલકરને આ આંકડા પર પારખીને જોઇએ તો તેમની હાજરીમાં ભારતને ફક્ત 56 ટેસ્ટ મેચમાં હાર મળી છે જે તેમની કુલ મેચોની 28.28 ટકાવારી છે. સચિન તેંડુલકરે આ મેચોમાં 4088 રન બનાવ્યા છે અને તેમની ફક્ત 11 સદી ટીમના કામે લાગી છે. સચિન તેંડુલકરે પોતાના કેરિયરમાં અત્યાર સુધી 72 ડ્રો મેચમાં 20 સદી સહિત 5887 રન બનાવ્યા છે જ્યારે બ્રાયન લારાની હાજરીમાં વેસ્ટઇન્ડિઝે 36 મેચ ડ્રો કરાવી છે, લારાએ 3708 રન બનાવ્યા છે અને 12 સદી ફટકારી છે.

English summary
Former Australia captain Ricky Ponting said he rated Brian Lara ahead of Sachin Tendulkar as he feels the West Indian batsman enabled his team win more matches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X