• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચીન ઓપન સુપર સીરીઝની મહિલા સિંગલનું ટાઇટલ સાઇનાના નામે

|
Google Oneindia Gujarati News

ફુજૂ(ચીન), 16 નવેમ્બરઃ ફરી એકવાર ભારતની પ્રતિભાશાળી દિકરી સાઇના નેહવાલે આખા દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતીય બેડમિન્ટન સનસની સાઇનાએ શનિવારે જાપાનની અકાને યામાગુચીને સીધી ગેમ્સમાં હરાવી પહેલીવાર ચીન ઓપન સુપર સીરીઝ પ્રીમિયરનું મહિલા સિંગલ ટાઇટલ જીતી લીધું હતું.

પાંચમું વિશ્વ રેન્કિંગ ધરાવતી સાઇનાએ ફાઇનલમાં 35મી વિશ્વ રેન્કિંગ જાપાનની અકાનેને 42 મિનીટમાં 21-12, 22-20થી હરાવી હતી. સાઇનાએ આ વર્ષે બીજું સુપર સીરીઝ ટાઇટલ જીત્યું છે. આ પહેલા જૂનમાં તે ઓસ્ટ્રેલિયા ઓપન જીતવામાં સફળ રહી હતી. આ પહેલા સાઇનાએ મહિલા સિંગલ વર્ગની સેમીફાઇનલમાં ચીના લીયૂ શિનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યું હતું.

સાઇનાની આ સફળતા પર આખો દેશ ખુશ છે અને દિલથી તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે. ફેસબુક અને ટ્વિટર પર સાઇનાને શુભેચ્છા આપવામાં આવી રહી છે. ઇનામ સ્વરૂપે સાઇના નેહવાલને 7 લાખ રૂપિયાની રકમ અને ટ્રોફી આપવામાં આવશે.

English summary
Ace Indian shuttler Saina Nehwal on Sunday, beat Japanese Akane Yamaguchi in the summit clash to win her maiden China Open Super Series Premier.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X