• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાઇના નેહવાલ વિશ્વ રેન્કિંગમાં નંબર 2 પર યથાવત

|

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ વિશ્વમાં નંબર-2ની રેન્કિંગ પર યથાવત છે. વિશ્વ બેડમિન્ટન મહાસંઘ દ્વારા ગુરુવારે આવેલી તાજી રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર ઓલિમ્પિક ચેમ્પિયન લી ઝ્યુરૂઇ છે. સાયનાએ 80461.7444 પોઇન્ટ મેળવીને આ રેન્ક યથાવત રાખ્યો છે.

જ્યારે ભારતના અન્ય બેડમિન્ટન ખેલાડીઓએ પણ પોત-પોતાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે. જેમાં યુવા ખેલાડી વીપી સિંધુ મહિલા એકલમાં 16મી રેન્ક પર આવી છે. જ્યારે પુરુષ એકલમાં લંડન ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં પહુંચનાર પી કશ્યપ 9માં સ્થાન પર આવ્યા છે.

લંડન ઓલિમ્પિકમાં કાસ્ય પદક જીતનાર સાયના ગયા મહિને પણ વિશ્વ રેન્કિંગમાં બીજા ક્રમે રહી હતી. પોતાની રેન્કિંગથી તે ખુશ છે, પરંતુ નંબર-1 પર પહુંચવાની ચાહત તેમના મનમાં ભરપૂર છે. રાત દિવસ મહેનત કરનાર સાયનાનું માત્ર એક જ લક્ષ્ય છે અને તે છે આવનારી બધી ટૂર્નામેન્ટમાં ખિતાબી જીત નોંધાવે.

English summary
Indian badminton star Saina Nehwal is continued to be on No. 2 position on World Badminton Rankings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X