For Daily Alerts
ફ્રેંચ ઓપન બેડમિન્ટન: સાયના નેહવાલનો સેમીફાઇનલમાં પ્રવેશ
પેરિસ, 27 ઑક્ટોબર: લંડન ઓલમ્પિકમાં કાંસ્ય પદક જીતનારી સાયના નેહવાલે ફ્રેંચ ઓપન બેન્ડમિટન ટૂર્નામેંટની સેમીફાઇનલમાં પ્રવેશ કરી દિધો છે. શુક્રવારે રમવામાં આવેલી મહિલા સિંગલ સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ટોચના સ્થાને રહેનારી સાયના નેહવાલે થાઇલેંડની રતચાનોક ઇંતાનોકને 22-20, 22-20 થી હરાવી દિધી છે. આ મુકાબલો 42 મિનિટ સુધી ચાલ્યો હતો.
સેમીફાઇનલમાં સાયનાનો મુકાબલો જર્મનીની જૂલિયાને શેંક સાથે થશે, તાજેતરમાં તેને ડેનમાર્ક ઓપનના ફાઇનલમાં હરાવી ખિતાબ જીતી લીધો હતો. સાયનાએ ગુરૂવારે બીજા રાઉન્ડના મુકાબલામાં થાઇલેંડની સપસિરી તેરાતનાચઇને 21-16, 21-13 થી પરાજિત કરી કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં તેને પહેલાં રાઉન્ડના મુકાબલામાં ચીનની લી હાનને 21-11, 16-21, 21-19 થી હરાવી હતી.
Comments
English summary
Good News coming from indian Sports, Super Star Badminton Player Saina Nehwal enters French Open semifinal.