For Quick Alerts
For Daily Alerts
ખુશખબરી: વર્લ્ડ રેકિંગમાં સાયના ત્રીજા ક્રમે
નવી દિલ્હી, 26 ઑક્ટોબર: ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ વર્લ્ડ રેકિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. લંડન ઓલમ્પિકમાં કાંસ્ય પદક જીતનારી સાયનાએ તાજેતરમાં ડેનમાર્કમાં ઓપન ખિતાબ પોતાના નામે કરી દિધો છે ત્યારબાદ તેના રેકિંગમાં સુધારો જોવા મળ્યો છે અને તે ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે, જે ભારત માટે ગર્વની વાત છે.
જો સાયના હાલના ફ્રેંચ ઓપનને જીતી લે તો તે બીજા નંબરની ખેલાડી બની જશે. તાજેતરમાં ગુરૂવારે યોજાયેલી ફેંચ ઓપનની ચોથી મેચમાં સાયનાએ થાઇલેંડની સૈપસીરી તાઇરતનચાઇને 21-16, 21-13 થી સરળતાથી હરાવી દિધી છે અને ફેંચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. જો સાયના સેમીફાઇનલમાં પહોંચી જશે તો તે બીજા નંબરની ખેલાડી બની જશે.
ઉલ્લેખનીય છે કે સાયનાએ પોતાના જીવનની સર્વશ્રેષ્ઠ રેકિંગ વર્ષ 2010 મેળવી હતી. સાયના સિવાય જો પુરૂષ વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો તે શ્રેણીમાં પારૂપલ્લી કશ્યપ 22મા સ્થાને, અજય જયરામ 26મા સ્થાને, સૌરભ વર્માઅ 30મા સ્થાને અને આરએમવી ગુરૂસાંઇદત્ત 43મા સ્થાને છે.
Comments
English summary
India's Saina Nehwal,has yet again the number 3 spot in the Badminton World Federation (BWF).
Story first published: Friday, October 26, 2012, 11:48 [IST]