• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભવિષ્યમાં રાજનીતિમાં ઝંપલાવશે સાયના નેહવાલ

|

હૈદરાબાદ, 8 નવેમ્બર: ભારતની શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ બેડમિન્ટન કેરિયર પૂરી કર્યા બાદ રાજનીતિમાં પદાર્પણ કરવા માગે છે.

સાયનાએ પોતાની આ ઇચ્છા પોતાની ઓટોબાયોગ્રાફીના વિમોચન સમારંભ દરમિયાન વ્યક્ત કરી હતી. સાયનાએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં જીવનના નાના મોટા પ્રસંગો લખ્યા છે.

સાયનાના પુસ્તકનું નામ 'સાયના નેહવાલ પ્લેઇંગ ટૂ વિન-માઇ લાઇફ ઓન એન્ડ ઓફ કોર્ટ' છે. આ પુસ્તકમાં સાયના નેહવાલે પોતાના જીવન સંઘર્ષ અંગે લખ્યું છે. સાયનાએ કહ્યું કે દેશે તેને ઘણો પ્રેમ આપ્યો છે, જેના માટે તે દેશની ઋણી રહેશે.

સાયનાએ જણાવ્યું કે તેને રાજનીતિ ખુબ પસંદ છે અને બેડમિન્ટન કેરિયર બાદ તે રાજનીતિમાં આવીને દેશની સેવા કરવા માગે છે. જોકે સાયનાએ પાતાના ફેવરિટ પોલિટિશિયનનું નામ જણાવ્યું નહીં.

English summary
Indian Badminton ace Saina Nehwal has expressed her wish to become politician after completing her sports career.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X