• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાનિયા બની વિશ્વની નંબર 1 મહિલા યુગલ ખેલાડી, મોદીએ પાઠવી શુભેચ્છા

|

ચાર્લ્સટન, 13 એપ્રિલ: એકવાર ફરીથી ભારતની બેટી સાનિયા મિર્ઝાએ દેશનું માથું ગર્વથી ઊંચુ કર્યું છે. હા, સાનિયા મિર્ઝાએ સ્વિટ્ઝર્લેન્ડની પોતાની સાથી ખેલાડી માટ્રિના હિંગિસની સાથે ફેમિલી સર્કલ કપ ખિતાબ જીતી લીધો છે. આની સાથે જ સાનિયા સર્ચોચ્ચ વિશ્વ ક્રમની ખેલાડી બની ગઇ છે.

sania mirza
આપને જણાવી દઇએ કે શ્રેષ્ઠતાનો ખિતાબ પ્રાપ્ત સાનિયા-હિંગિસની જોડીએ રવિવારે થયેલી ફાઇનલ મેચમાં કેસી ડેલાક્વા અને દારિજા જુરાકની જોડીને એક તરફી મુકાબલામાં 6-0,6-4થી માત આપી દીધી. સાનિયા યુગલ અથવા એકલ કોઇ પણ વર્ગમાં સર્વોચ્ચ ક્રમ પ્રાપ્ત કરનાર પહેલી ભારતીય અને ચોથી એશિયાઇ મહિલા ખેલાડી બની ગઇ છે.

દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાનિયા મિર્ઝાને આ સફળતા બદલ શુભેચ્છા પાઠવી છે.

અત્રે નોંધનીય છે કે સાનિયા મિર્ઝાએ હાલમાં જ જણાવ્યું હતું કે તેઓ વિશ્વ નંબર 1 ખેલાડી બનવા માગે છે. એટલા માટે જ ટ્રોફી લીધા બાદ સાનિયાએ જણાવ્યું કે 'દુનિયામાં નંબર એક બનવું કોઇ બાળકના સપનાની પૂર્તિ થવા સમાન હોય છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાનિયા મિર્ઝાને ટ્વિટ કરીને પોતાની આ સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.

સાનિયાએ માર્ટિના હિંગિસના દિલ ખોલીને વખાણ કર્યા

સાનિયાએ જણાવ્યું કે 'આ ઉપલબ્ધિ હિંગિસ સિવાય કોઇ અન્યની સાથે હાસલ કરવા અંગે વિચારી પણ નથી શકતી. જ્યારે અમે અત્રે આવ્યા હતા તો અમારા દિમાગમાં એક જ હતી, શ્રેષ્ટ સ્થાન પર પહોંચવું અને હિંગિસે વાસ્તવમાં તેમાં મને ઘણી મદદ કરી. તેમણે મને છેલ્લા ઘણા અઠવાડીયામાં ઘણી મદદ કરી છે.'

નંબર વન બનવું એક સપનાનું સાકાર થવા બરાબર છે

અત્રે નોંધનીય છે આ વર્ષે સતત ત્રીજું ટાઇટલ જીતનારી સાનિયા-હિંગિસની જોડીને વર્ષના છેલ્લા ટૂર્નામેન્ટ ડબલ્યૂટીએ ફાઇનલ્સમાં પહેલા જ શ્રેષ્ઠ ક્રમ આપવામાં આવી ચૂકેલ છે.

English summary
Sania Mirzacreated history by becoming the first female tennis player from India to achieve the world number one rank in doubles, following her stupendous title win at the WTA Family Circle Cup with partner Martina Hingis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more