For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેહવાગ-ગંભીરના પુનરાગમનને લઇને મોરે ચિંતિત

By Super
|
Google Oneindia Gujarati News

virender-sehwag
મુંબઇ, 14 જુલાઇઃ ભારતની નવી વનડે ઓપનિંગ જોડી શિખર ધવન અને રોહિત શર્મા ભલે સફળ રહ્યાં હોય પરંતુ પૂર્વ મુખ્ય પસંદગીકર્તા કિરણ મોરેને ચિંતા છે કે, તેનાથી વરિષ્ઠ ખેલાડી વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરને પુનરાગમનની તક નહીં મળી શકે. મોરેએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ માટે પ્રતિસ્પર્ધા સારા સંકેત છે. હાલના સમયે સારી સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે. જો કોઇ અનફિટ છે તો ગંભીર, સેહવાગ અથવા ઝહીર પુનરાગમન કરી શકે છે. ટીમના કપરા સમયે અનુભવ હોવો જોઇએ. ધવન અને શર્માની જોડીએ થોડા સમયમાં સારું પ્રદર્શન કર્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી અને ટ્રાઇ સિરિઝમાં ભારત વિજયમાં તેમની મહત્વની ભૂમિકા રહી. તેમના વખાણ કરતા મોરેએ કહ્યું કે, સેહવાગ અને ગંભીરમાંથી કોઇએક ત્યારે જ પુનરાગમન કરી શકે છે જો તે આગામી ઘરેલું સત્રમાં સતત સારું પ્રદર્શન કરે. તેનાથી ટીમમાં વિકલ્પ વધશે. તેમણે કહ્યું કે, ગંભીર અને સેહવાગને ઘરેલું ક્રિકેટમાં સતત સારું રમશે. તેમણે પોતાના પર ભરોસો રાખવો પડશે. આ સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે. હાલના સમયે રમી રહેલા ખેલાડીઓ પણ ખરાબ સમયનો સામનો કરી શકે છે, તેવામાં ટીમમાં તેમના માટે જગ્યા બની શકે છે. તેમણે સારી ભાગીદારી નોંધાવી છે, પરંતુ તેમાનો કોઇ એક અનફીટ હોય તો વિકલ્પ તૈયાર રાખવું પડશે.

આગામી વિશ્વકપમાં હજુ બે વર્ષ બાકી છે, પરંતુ મોરેએ કહ્યું કે, ભારતની ઝડપી બોલિંગ કેટલીક નબળાઇઓમાંથી પાર થવું પડશે. તેમણે કહ્યું કે, આપણે સારા ઝડપી બોલરની જરૂર છે. અધિકાંશ ઝડપી બોલર્સને મોટી ઇજા પહોંચી છે. ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર સારી બોલિંગ કરી રહ્યાં છે. આપણે ઝડપી બોલરમાં વધુ વિકલ્પ જોઇએ, જે હાલના સમયે નથી. મોરેએ કહ્યું કે ભારતીય ટીમના કેટલાક યુવાઓ અને અનુભવની જરૂર છે અને ટીમને વિશ્વ કપ 2015ને ધ્યાનમાં રાખીને 25 ખેલાડીઓની યાદી બનાવવી જોઇએ.

English summary
India's new ODI opening combination of Shikhar Dhawan and Rohit Sharma might have clicked, but former chief selector Kiran More is wary of dismissing the comeback chances of senior batsmen Virender Sehwag and Gautam Gambhir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X