સહેવાગ, ઝહીર અને યુવરાજ માટે લાઇફલાઇન
મુંબઇ, 11 સપ્ટેમ્બરઃ ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયેલા ભારતીય ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને ઝહીર ખાનને પસંદગીકર્તાઓએ વધુ એક તક આપી છે. આ તક આ ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
યુવરાજ હાલ ફ્રાન્સમાં ટ્રેનિંગ કરીને આવ્યો છે, તેની ટીમમાં ઇરફાન પઠાણ, યૂસુફ પઠાણ અને પ્રવીણ કુમારને તક આપવામાં આવી છે. આ ઉપરાંત ચાર દિવસીય મેચોમાં ચેતેશ્વર પૂજારા સુકાની કરશે. એક સમયે ભારતીય ટીમના સભ્ય રહી ચૂકેલા મોહમ્મદ કૈફને પણ તક આપવામાં આવી છે.
પહેલી ચાર દિવસીય મેટ માટે ઇન્ડિયા એ ટીમઃ ચેતેશ્વર પૂજારા(સુકાની), જીવનજોત સિંહ, કેએલ રાહુલ, મનપ્રીત જુનેજા, રજત પાલીવાલ, હર્ષદ ખાદીવાલે, પરવેજ રસૂલ, ભાર્ગવ ભટ, ઇશ્વર પાંડેય, શમી અહમદ, અશોક ડિંડા, રોહિત મોટવાની(વિકેટ કીપર), ધવલ કુલકર્ણી અને પરાસ ડોગરા.
બીજી ચાર દિવસીય મેચ માટે ઇન્ડિયા એ ટીમઃ ચેતેશ્વર પૂજારા(સુકાની), ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, શેલ્ડન જૈક્સન, અભિષેક નાયર, પારસ ડોગરા, ઉદય કોલ(વિકેટ કીપર), પરવેજ રસૂલ, ભાર્ગવ ભટ, ધવલ કુલકર્ણી, ઝહીર ખાન, ઇશ્વર પાંડેય, મોહમ્મદ શમી અને મોહમ્મદ કૈફ.