For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાની સિલેક્શન પ્રોસેસ સામે સચિને કર્યો પ્રશ્નાર્થ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 18 ઑગસ્ટઃ- ભારતીય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે, સિલેક્ટર્સને નેશનલ ટીમની પસંદગી કરતી વખતે માત્ર ખેલાડીના આંકડાઓ પર વિચાર કરવો ના જોઇએ. તેના સ્થાને ખેલાડીની પ્રેશર સામે લડવાની કેપેસિટી પર ધ્યાન આપવું જોઇએ. તેંડુલકરે કહ્યું કે, કેએસસીએના પ્લેટિનમ જુબલી સમારોહ દરમિયાન કહ્યું કે, પસંદગી માત્ર સ્કોરબુક સાથે જોડાયેલી ના હોવી જોઇએ. પસંદગીકારો એવા ખેલાડીઓને પસંદ કરી શકે છે, જેના ખાતામાં વધારે રન છે, પરંતુ તે કામ નહીં કરે. મે એવા ખેલાડી જોયા છે, જે ડોમેસ્ટિક લેવલ પર ઘણા શાનદાર છે, પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર એટલું સારું પ્રદર્શન નહીં કરી શકે.

તેમણે કહ્યું કે, પસંદગી સમયે પ્લેયર્સનું આકલન કરવાનું હોય છે. જો તે કેટલીક મેચોમાં નિષ્ફળ જાય તો પણ તે જોવાની જરૂર છે કે શું તેમનામાં પ્રેશર સહન કરવાની કેપેસિટી છે. શું તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરફોર્મન્સ કરી શકે છે. તેંડુલકરે કહ્યુ છે કે ટીકાનો સામનો કરનારા ટી-20 ફોર્મેટ સહિત ક્રિકેટમાં આવેલા બીજા ફેરબદલોએ ખેલને વધુ રોમાંચક બનાવી દીધો છે. ટેસ્ટ મેચોમાં રિઝલ્ટ લાવવામાં સફળતા મળી રહી છે.

ક્રિકેટ રોમાંચક બની રહી છે

ક્રિકેટ રોમાંચક બની રહી છે

સચિને કહ્યું કે, ક્રિકેટ એક માત્ર ખેલ છે, જેમાં ત્રણ ફોર્મેટ છે અને જે વધુ રોમાંચક બનતા જઇ રહ્યાં છે. આ રોમાંચ પ્લેયર્સને જ નહીં પરંતુ દર્શકોને પણ રોમાંચિત કરી રહ્યાં છે. તેમાં કલાત્મકતા છે અને વધારે નિર્ણય હાસલ કરવામાં આવી રહી છે. ખેલના લાંબા ફોર્મેટમાં બેટ્સમેન જોખમ ઉઠાવવા તૈયાર છે.

શું કહ્યું સૌરવ ગાંગુલીએ

શું કહ્યું સૌરવ ગાંગુલીએ

પૂર્વ ઇન્ડિયન સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ટી-20 ક્રિકેટમાં લાંબા ફોર્મેટ પર પણ અસર પડી છે, કારણ કે ખેલાડી આક્રમક થઇ ગયા છે. આ ઉપરાંત હવે વધુ રિઝલ્ટ મળી રહ્યાં છે. આ ખેલમાં નવીનતા આવી રહી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટની વાત થાય તે તેમાં તાલમેલ બેસવાડવાનો હોય છે અને ટેક્નિકની દ્રષ્ટીએ કોઇ બે ખેલાડી એક જેવા ના હોઇ શકે. પ્લેયર્સે પોતાના બેઝિક્સ પર અડગ રહેવું જોઇએ અને તે મહત્વનું છે.

શું કહ્યું રાહુલ દ્રવિડે

શું કહ્યું રાહુલ દ્રવિડે

પૂર્વ ટેસ્ટ સુકાની રાહુલ દ્રવિડે કહ્યું છે કે, ટી-20એ ક્રિકેટને વધુ લચીલું બનાવી દીધું છે. તમારે કેટલાક શોટ રમતા શીખવું પડશે. તમે દરેક બોલને બ્લોક નહીં કરી શકતા, જેવું હું ટેસ્ટ ક્રિકેટમાં કરતો આવ્યો હતો. દ્રવિડે કહ્યું કે, સારા ખેલાડીઓ તાલમેલ બેસાડવાનું શીખે છે. જો આપણે ક્રિસ ગેલ, માઇકલ હસી અથવા તો ડિવિલિયર્સની ગત આઇપીએલની મેચ જોઇએ તો દબદબો જાળવનારા તમામ ખેલાડી સારા ટેસ્ટ ખેલાડી છે. તેથી આપણે આપણા બેઝિક્સને યોગ્ય રાખવા પડશે.

તેંડુલકરે શું કહ્યું

તેંડુલકરે શું કહ્યું

તેંડુલકરે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં ટી-20ની સરખામણીએ બેઝિક્સ પર ધ્યાન આપવું ઘણું જ મહત્વનું છે. તેમણે કહ્યું કે, આ એકમાત્ર ફોર્મેટ છે, જેમાં તમે ત્રણ કે ચાર બોલમાં જ હીરો બની શકો છો.

English summary
Senior Indian batsman Sachin Tendulkar feels selectors should focus on the players' ability to handle pressure instead of only considering their statistics while picking the national team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X