For Quick Alerts
For Daily Alerts
ભારતનો વેસ્ટઇન્ડિઝ પ્રવાસ 28 જૂનથી, પઠાણ Out શમી In
મુંબઇ, 24 જૂન : બંગાળના જડપી બોલર શમી અહમદને 28 જૂનથી શરૂ થઇ રહેલા વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે ઇરફાન પઠાણના સ્થાન પર ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે જારી કરેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે 'પઠાણને જાંઘની માંસપેસીઓમાં ખેંચાણ હોવાના કારણે તેમના સ્થાને શમીને વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરાયા છે.'
પઠાણ રવિવારે પૂરી થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સમાવેશ કરાયા છતાં એકપણ મેચ રમી શક્યો ન્હોતો. ભારતીય ટીમ જમૈકાના સબીના પાર્ક મેદાન પર ત્રિકોણીય શ્રેણીના પહેલી મેચમાં વેસ્ટઇન્ડિઝ સામે ટકરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી રાત્રે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં 5 રને વિજય મેળવી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતના નામે કરી દીધી હતી. આની સાથે ભારતીય ટીમે એક સમયે ઇંગ્લેન્ડના વ્હાઇટ વોશનો બદલો વાળી લીધો હતો.