• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રફેલ નડાલ વિમ્બલડનમાંથી બહાર

By Super
|
Google Oneindia Gujarati News
લંડન, 25 જૂનઃ 12 વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રફેલ નડાલને વિમ્બલડનના ઇતિહાસમાં સૌથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. નડાલને વિશ્વના 135 નંબરના ખિલાડી બેલ્જિયમના સ્ટીવ ડાર્સિસે પેહલા જ રાઉન્ડમાં હરાવી દીધો હતો. જોઇન્ટ કિલર ડાર્સિસે પાંચમો ક્રમાંક ધરાવતા નડાલને 7-6, 7-6, 6-4થી માત આપી. નડાલે બે સપ્તાહ પહેલા રેકોર્ડ આઠમો ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યો હતો.

આવો અપસેટ સર્જતી ગેમ આ પહેલા 1997માં જોવા મળી હતી. જ્યારે ગુસ્તાવો કુર્તેન ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન હોવા છતાં પણ વિમ્બલડનના પહેલા રાઉન્ડમાં બહાર થઇ ગયા હતા. ગત વર્ષે પણ વિમ્બલડનમાં નડાલ બીજા રાઉન્ડમાં ચેક ગણરાજ્યના લુકાસ રોસોલ સામે હારી ગયો હતો. આ હારથી 2013મા તેની 22 મેચના વિજય અભિયાન પર રોક લાગી ગઇ હતી. ડાર્સિસે જીત બાદ કહ્યું કે, કોઇએ પણ નહીં વિચાર્યું હોય કે હું જીતીશ. મને સમજાતું નથી કે હું શું કહું. હું ઘણો ખુશ છું.

English summary
Just like that, in a span of 15 days, Rafael Nadal went from French Open champion for a record eighth time to first round Grand Slam loser for the first time in his career.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X