For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વમાં વાયો ફૂટબોલનો વાયરો, જૂઓ ફેન્સની ક્રેઝીનેસ

|
Google Oneindia Gujarati News

ફીફા વિશ્વકપની શરૂઆત થઇ ગઇ છે. સ્પેન કે જેને સારી અને મજબૂત ટીમ માનવામાં આવતી હતી તે ફીફા વિશ્વકપમાંથી બહાર થઇ ગઇ છે. જેને લઇને અનેક ફૂટબોલ પ્રેમી કે જેઓ સ્પેનની ટીમને સપોર્ટ કરી રહ્યાં હતા તેમને પણ ખાસું દુઃખ પહોંચ્યુ હશે, પરંતુ આ એક રમત છે અને તેમાં આ બધું સ્વીકાર્ય છે. બીજી તરફ ફીફાને લઇને માત્ર એ દેશો જ નહીં કે જ્યાં ફૂટબોલનો ક્રેઝ ક્રિકેટ જેવો છે, પરંતુ એ દેશો કે જેમની ટીમો ફીફા વિશ્વકપમાં રમી રહી નથી, ત્યાં પણ ફીફાને લઇને ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ફૂટબોલના મેદાનથી લઇને વિવિધ શહેરોની વિવિધ ગલીઓમાં આપણને ફૂટબોલના ક્રેઝી ફેન્સ જોવા મળી જશે. ભારતમાં પણ આપણને ફૂટબોલ પ્રત્યે ક્રેઝીનેસ ધરાવતા રમતપ્રેમીઓનો થોથો મળશે. જે ફૂટબોલ મેચ પૂર્ણ થયા બાદ તેનું એનાલિસિસ કરતા હશે, તો કેટલાક એવા ક્રેઝી ફેન્સ પણ છેકે જે પોતાના શરીર પર ભાત-ભાતની ફીફા સંબંધિત કૃતિઓ ચિતરાવી રહ્યાં છે અથવા પોતાના પ્રીય ખેલાડી જેવો લૂક ધારણ કરી રહ્યાં છે, મેદાનમાં પણ આપણને આવા ક્રેઝી ફેન્સ ફૂટબોલ મેચ નિહાળતી વખતે જોવા મળી જતાં હશે, ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક ક્રેઝી ફેન્સને તસવીરો થકી જણાવી રહ્યાં છીએ.

બેંગ્લોર

બેંગ્લોર

બ્રાઝીલની ફૂટબોલ ટીમના ફેન્સ દ્વારા બેંગ્લોરમાં કંઇક આ રીતે પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કર્યો હતો.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં પોતાના ફૂટબોલ પ્રેમને પ્રસ્તૃત કરવા કેટલાક ફેન્સ દ્વારા માથામાં પેઇન્ટ કરાવ્યું હતું.

હોરવાહ

હોરવાહ

હોરવાહમાં એક ફૂટબોલ પ્રેમીએ પોતાની હેરસ્ટાઇલ કંઇક આવી કરાવી હતી.

પોર્તો સેગુરો

પોર્તો સેગુરો

જર્મનનો રાષ્ટ્રીય સોકર ખેલાડી લુકાસ પોડોલ્સ્કિ બ્રાઝીલના ગ્રામીણ લોકો સાથે ફૂટબોલ રમ્યો હતો.

માનૌસ

માનૌસ

કેમેરૂન અને ક્રાઓતિયા વચ્ચેની મેચ દરમિયાન પોતાના લૂકને વ્યવસ્થિત કરી રહેલી એક ફૂટબેલ ફેન.

ઘેન્ટ

ઘેન્ટ

એલ્જેરીયા સામેની મેચને નિહાળી રહેલા બેલ્જીયન નેશનલ સોકર ટીમના બે ફેન્સ.

English summary
Some crazy fans of The FIFA World Cup 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X