• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂર્વ સફળ સુકાની ગાંગુલીએ આપી ધોનીને 'કેપ્ટન્સી ટીપ્સ'

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન જે પ્રકારનું ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન કર્યું હતું અને શરમજનક રીતે ટેસ્ટ શ્રેણીને 1-3થી ગુમાવી છે, તેને લઇને દેશભરમાં ટીમ ઇન્ડિયાની ટીકા થઇ રહી છે, વિશેષ કરીને સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ફ્લેચરની. બીસીસીઆઇ દ્વારા કેટલાક આકરા પગલા ભરવામાં આવ્યા છે અને ફ્લેચરને સાઇડલાઇન કરવાની તૈયારીના ભાગરૂપે પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર પદે પુનઃ નિયુક્ત કર્યા છે. આ બધાની વચ્ચે ભારતના સૌથી સફળ સુકાનીઓમાના એક સૌરવ ગાંગુલીએ ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનની ઝાટકણી કાઢી છે.

આ સાથે જ ગાંગુલીએ ધોનીને કેટલીક સલાહ પણ આપી છે. હાલની તકે જોવા જઇએ તે ગાંગુલી ટીમ ઇન્ડિયાની ટીકા કરે તે સ્વાભાવિક છે, ગાંગુલીના નેતૃત્વ હેઠળ ટીમે ઘણો જ સારો દેખાવ કર્યો હતો, ગાંગુલીએ વિદેશી ધરતી પર વિજય મેળવવાની ઝંખના ટીમ ઇન્ડિયામાં જાગૃત કરી હતી. ગાંગુલીએ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મળેલા પરાજય અંગે કહ્યું છેકે, મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ફોર્મેટમાં નેતૃત્વ કરવા માટે ઘણું બધું કામ કરવાની જરૂર છે.

ઓક્ટોબર- નવેમ્બરમાં ભારતને ઘરેલુ મેદાનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, એક તો ઘરેલુ મેદાન અને ઉપરથી ટેસ્ટ રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડિઝ ઘણી નીચે છે, તેથી ગાંગુલીને ટીમ ઇન્ડિયાના પ્રદર્શન અંગે ચિંતા નથી, પરંતુ ગાંગુલી ચિંતિત છે કે ત્યારબાદ ડીસેમ્બરમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ
આ પણ વાંચોઃ- ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ, બનાવ્યા ટીમ ડિરેક્ટર
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટનો 'ફાસ્ટેસ્ટ' ઉભરતો સિતારો, કોહલીને પણ રાખી દીધો પાછળ
આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય બેટ્સમેનોને પછડાટ, અંગ્રેજોએ લગાવી છલાંગ

ટીમ ઇન્ડિયાએ નિરાશ કર્યા

ટીમ ઇન્ડિયાએ નિરાશ કર્યા

ગાંગુલીએ કહ્યું છેકે, ટીમ ઇન્ડિયામા ના તો કોઇ એફર્ટ જોવા મળ્યો કે ના તો લડાકુવૃત્તિ જોવા મળી છે, જે પ્રકારનું પ્રદર્શન ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડમાં કર્યું છે, તે નિરાશાજનક છે. પસંદગી સમિતિએ ટીમના ખેલાડીઓની પસંદગી કરતી વખતે પણ કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. ટીમ જ્યારે નબળી સ્થિતિમાં હોય ત્યારે કયો ખેલાડી રન બનાવી શકશે, તે વાતને ધ્યાનમાં રાખીને પસંદગી કરવી જોઇએ.

ધોનીનો છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ ખરાબ

ધોનીનો છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ ખરાબ

ગાંગુલીએ કહ્યું છેકે, ધોનીએ વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમવાને લઇને કોઇ રસ્તો શોધી કાઢવાની જરૂર છે, કારણ કે, છેલ્લા ચાર વર્ષમાં તેનો રેકોર્ડ સારો રહ્યો નથી. તેમજ બે મહિનાની અંદર તેને વધુ એક મુશ્કેલી ભરી ટૂર ઓસ્ટ્રેલિયાની કરવાની છે, જ્યાં ચાર ટેસ્ટ મેચોની શ્રેણી ટીમે રમવાની છે. જે ઇંગ્લેન્ડ કરતા પણ વધારે કપરી સાબિત થઇ શકે છે. આશા છેકે ઓછા સમયગાળામાં ધોની ભારત માટે કોઇ સારો માર્ગ શોધી કાઢશે.

વિદેશમાં ધોનીનું બેટિંગ સુધર્યુ પણ કેપ્ટન્સી નહીં

વિદેશમાં ધોનીનું બેટિંગ સુધર્યુ પણ કેપ્ટન્સી નહીં

ગાંગુલીએ કહ્યું કે, ધોનીએ પોતાના માટે હાર્ડવર્ક કરવાની જરૂર છે, વિદેશી ધરતીમાં તેના બેટિંગમાં ઘણો જ સુધારો આવ્યો છે, પરંતુ એક સુકાની તરીકે ઘણી બધી બાબતો ખૂટી રહી છે. મારું માનવું છેકે, ભારતના સુકાની તરીકે તેણે પ્રામાણિક રીતે પોતાનું નવેસરથી મુલ્યાંકન કરવાની જરૂર છે.

સારો ટેસ્ટ સુકાની બનવું હોય તો આવું કરે ધોની

સારો ટેસ્ટ સુકાની બનવું હોય તો આવું કરે ધોની

ધોનીએ કહ્યું કે, જે તમારી ટીકા કરે છે તે લોકો, એ લોકો કે જેઓ તમારા શું ખુટે છે અને શેની જરૂર છે એ અંગે જણાવવાનો પ્રયાસ કરે છે. મારા મતે એ તમામ લોકો ઇચ્છે છેકે તમે ટીમ સારું પ્રદર્શન કરે. મારા માતે તેની રણનીતિ અને અનુકુલનક્ષમતા ઘટી ગઇ છે. તેને વધુ સંશોધનાત્મક બનવાની જરૂર છે. જો તે ટેસ્ટ મેચોમાં એક સારા સુકાની તરીકે પરત ફરવા માગે છે તો તેણે તુરંત નિર્ણય લેવાની જરૂર છે.

ધોનીને ગાંગુલીનું પીઠબળ

ધોનીને ગાંગુલીનું પીઠબળ

જોકે ટીકાઓ કર્યા પછી પણ સૌરવ ગાંગુલીએ ધોનીને 2015ના વિશ્વકપ સુધી સુકાની પદે રાખવાની ભલામણ કરી છે. અત્રે નોંધનીય છેકે, બીસીસીઆઇ પહેલાથી જ ધોનીને સુકાની તરીકે યથાવત રાખવાના પક્ષમાં છે.

English summary
Sourav Ganguly says Dhoni Needs to Think Better as a Test Captain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X