• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજનીતિમાં નહીં આવે, પોતાની શાળા ખોલશે સૌરવ ગાંગુલી

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 17 જાન્યુઆરી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ધૂરંધર કપ્તાન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે મને લાગે છે કે હું મેદાનમાં જ શાનદાર પ્રદર્શન કરી શકું છું, રાજનીતિ મારા માટે નથી. તેમણે ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવનો ઇનકાર કરી દીધો છે. ગાંગુલી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઓફિસમાં એક શાળાના નિર્માણનો પ્રોજેક્ટ લઇને આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે ડિસેમ્બરમાં પશ્ચિમ બંગાળમાં પાર્ટી ઇન્ચાર્જ વરૂણ ગાંધી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાહુલ સિંહાએ સૌરવને તેમની પસંદની લોકસભા બેઠકથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ સૌરવે આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રદીપ ભટ્ટાચાર્યએ પણ સૌરભ ગાંગુલીને મળવા તેમના ઘરે ગયા હતા અને તેમને પાર્ટીમાં શામેલ થવાની ઓફર કરી હતી પરંતુ સૌરવના ઇનકાર કરવા પર તેમણે જણાવ્યું કે આ મુલાકાતનો અર્થ રાજકીય ન્હોતો. હું સૌરવ સાથે એક વ્યક્તિગત ચર્ચા કરવા માટે ગયો હતો.

પશ્ચિમ બંગાળમાં સૌરવની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ઘણી રાજનીય પાર્ટીઓ તેમને પોતાની સાથે જોડવા માટે ખૂબ જ ઉત્સુક અને ઉતાવળી છે, પરંતુ ગાંગુલી હંમેશા એવું કહીને રાજનીતિમાં જવાનો ઇનકાર કરતા રહ્યા છે કે તેઓ મેદાનમાં જ સારુ પ્રદર્શન કરી શકે છે બીજે ક્યાંય નહીં.

English summary
Former Indian captain Sourav Ganguly Thursday (January 16) denied joining politics, following an offer by the Bharatiya Janata Party (BJP) to contest the Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X