• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્પોટ ફિક્સિંગ : ધરપકડ કરાયેલો બુકી અમિત સિંહ ગુજરાતનો બોલર નીકળ્યો

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 17 મે : દિલ્હી પોલીસે 16 મે, 2013 ગુરુવારે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં જે 14 શકમંદોની ધરપકડ કરી છે તેમાંથી એક અમિત સિંહ ગુજરાતનો ફાસ્ટ બોલર છે. અમિત ટ્વેન્ટી-20 લીગ સ્પર્ધા - આઈપીએલમાં રાજસ્થાન ટીમ વતી પણ રમી ચૂક્યો છે.

પોલીસનો દાવો છે કે અમિત સિંહ બુકીઓ માટે ટેલેન્ટ-સ્પોટર (મેચ-ફિક્સિંગ કરવા તૈયાર થાય એવા ખેલાડીઓને શોધનાર) છે અને વચેટીયા તરીકે પણ કામ કરે છે. અમિત આઈપીએલમાં ગયા વર્ષની મોસમમાં અનેક મેચોમાં રમ્યો હતો. રાજસ્થાન ટીમ સાથેની તેની વગનો ઉપયોગ કરીને તેણે ખેલાડીઓને સ્પોટ-ફિક્સિંગ કરવા માટે લલચાવ્યા હતા.

અમિત સિંહે ચંદ્રેશ નામના એક બુકીની વતી પોતાના ભૂતપૂર્વ ટીમ સાથીઓના સંપર્કમાં રહેતો હતો. ચંદ્રેશની પણ પોલીસે ધરપકડ કરી છે. ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર)માં અમિત સિંહનું નામ અમિત કુમાર, રહેવાસી અમદાવાદ, ગુજરાત તરીકે દર્શાવવામાં આવ્યું છે.

English summary
Spot Fixing : Arrested bookie Amit Singh is Gujarat Boller.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X