For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાની ટીમ ખતરનાક છે, અમારે બચીને રહેવું પડશે : ધોની

|
Google Oneindia Gujarati News

mahendra singh dhoni
કાર્ડિફ, 20 જૂન : ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 20 જૂનના રોજ અહીં યોજાનાર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇલ પહેલા શ્રીલંકાને ખતરનાક ટીમ કહેતા જણાવ્યું કે માત્ર અમે માત્ર કુમાર સંગાકાર કે મહેલા જવર્ધને પર ધ્યાન કેન્દ્રીત નથી કરી રહ્યા. આ સેમીફાઇનલ ભારત અને શ્રીલંકાની વચ્ચે ઇંગ્લેન્ડમાં પાંચમો મુકાબલો હશે. 1979 વિશ્વ કપમાં ઉલટફેરનો સામનો કર્યા ઉપરાંત ભારતે બચેલા ચાર મુકાબલા સરળતાથી પોતાના નામે કરી લીધા છે. પરંતુ ધોની કોઇપણ વસ્તુને સરળતાથી લઇ રહ્યા નથી.

ધોનીએ ટ્રેનિંગ સત્ર બાદ પત્રકારોને કહ્યું કે 'શ્રીલંકાની ટીમ ખૂબ જ ખતરનાક છે. અમે માત્ર એક મહેલા જયવર્ધને અને એક કુમાર સંગાકારા પર ધ્યાન નથી કેન્દ્રીત કરી રહ્યા પરંતુ અમે આખી ટીમ અંગે વિચારી રહ્યા છીએ.'

ધોનીએ કહ્યું કે ભારતીય ટીમ પર ચેમ્પિયનશિપ જીતવાનું કોઇ દબાણ નથી. તેમણે કહ્યું કે 'આ ભારતીય મીડિયા છે જેણે આ હાઇપ બનાવી છે અને મને સવાલ કરે છે. જ્યાં સુધી અમારો સંબંધ છે, અમારે ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરવાનું છેં. અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને પોતાને સાબિત કરી રહ્યા છીએ.'

ધોની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ખૂબ જ સજાગતા પૂર્વક પ્રેસ સાથે વાતચીત કરે છે. આઇસીસીની અનિવાર્ય પ્રેસ કોંફ્રેન્સ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડની મીડિયા નીતિઓના કારણે ધોની સાથે વાતચીત કરવાનું મુશ્કેલ થઇ ગયું છે. અત્રે સોફિયા ગાર્ડન્સમાં બીજા સેમીફાઇનલ દરમિયાન વરસાદ મુશ્કેલી ઉભી કરી શકે છે, અને જો એવું થાય છે તો ભારત સરળતાથી ફાઇનલમાં પહોંચી જશે કારણ કે તે તેના ગ્રૂપમાં સૌથી ટોપ પર છે.

શ્રીલંકાઇ ટીમના ગ્રૂપ એમાં ઇંગ્લેન્ડના બરાબર પોઇન્ટ હતા પરંતુ ઓછા નેટ રન ઝડપના કારણે ટીમ બીજા સ્થાન પર રહી. ધોની આ મેચ અંગે વરસાદથી ધોવાઇ જવા અંગે નથી વિચારી રહ્યા અને ભારતી કપ્તાને કહ્યું કે ટીમ એવી જ રીતે રણનીતિ બનાવી રહી છે જેવું તે સામાન્ય રીતે પ્રત્યેક મેચમાં પહેલા બનાવે છે.

English summary
India captain Mahendra Singh Dhoni said Wednesday that Sri Lanka were a dangerous side and it was not possible to focus only on their two frontline batsmen “ Mahela Jayawardene or a Kumar Sangakkara” during the semi-final of the ICC Champions Trophy slated for Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X