For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T-20 વર્લ્ડકપ: આજે શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

t20 worldcup 2012 logo
કોલંબો, 18 સપ્ટેમ્બર : મંગળવારથી ચોથા T-20 વર્લ્ડકપની ઔપચારિક શરૂઆત શ્રીલંકામાં થઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઇ રહી છે. જેને ચાર અલગ-અલગ ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ગ્રુપ એ માં ઇગ્લેંડ, ભારત અને અફઘાનિસ્તાનની ટીમો રાખવામાં આવી છે.

ગ્રુપ બી માં ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને આર્યલેન્ડની ટીમો છે જ્યારે ગ્રુપ સી માં શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને જિમ્બાબ્વેની ટીમ છે. ગ્રુપ ડી માં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અન બાંગ્લાદેશની ટીમ છે. પોતપોતાના ગ્રુપમાં ટોચ પર રહેનારી ટીમો સુપર-8 માટે ક્વોલિફાઇ થશે. સુપર-8 માં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં ગ્રુપ-1 અને ગ્રુપ-2 છે.

સુપર-8માં ટોચ પર રહેનારી બે ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ થશે. 18 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો સાત ઑક્ટોમ્બરે યોજાશે.

યજમાન ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વ ટીમ વચ્ચે ઉદધાટન મુકાબલો યોજાશે. આ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે એક મેચ રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત બુધવારથી અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાનારી મેચથી કરશે.

ક્રિકેટના જાણકારોનું માનવું છે કે T-20 વર્લ્ડકપ માટે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને વેસ્ટઇંડિઝની ટીમ પ્રબળ દાવેદાર છે.

English summary
September 18 will mark the beginning of the fourth edition of ICC World Twenty20 in Sri Lanka. 12 teams, including two qualifiers (Afghanistan and Ireland) will battle for glory till one of them secures the trophy on October 7 in Colombo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X