એન શ્રીનિવાસન ફરીથી બનવા માંગે છે બીસીસીઆઇ ચીફ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં એન. શ્રીનિવાસનની મુશ્કેલીઓ ઓછી નથી. શ્રીનિવાસનના બધા પાંચ સૂચનોને સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા બાદ શ્રીનિવાસને કોર્ટને લિખિત અંડરટેકિંગ આપ્યું કે જો તેમને બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવી છે તે આઇપીએલની બેઠકોથી દૂર રહેશે.
શ્રીનિવાસને સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી માંગી. તમને જણાવી દઇએ કે શ્રીનિવાસનને જો ચૂંટણી લડવાની પરવાનગી મળે છે તો તેમનું બીસીસીઆઇ અધ્યક્ષ બનવાનું નક્કી છે કારણ કે તે આ પદ માટે એકમાત્ર ઉમેદવાર છે.
તો બીજી તરફ બીસીસીઆઇના વકીલ કપિલ સિબ્બલે ન્યાયાધીશ ટીએસ ઠાકુર અને ન્યાયાધીશ એફએમઆઇ કાલીફુલ્લાની ખંડપીઠને જણાવ્યું કે શ્રીનિવાસન આઇપીએલની ગવર્નિંગ કાઉંસિલ અને આઇપીલ સાથે જોડાયેલી બીસીસીઆઇની બેઠકોથી પોતાને દૂર રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર ક્રિકેટ સંઘ દ્વારા એક જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે, જેમાં બીસીસીઆઇ અધ્યક્ષ પદ પરથી શ્રીનિવાસનને સસ્પેંડ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીએસકેના માલિક તથા દેશમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના પ્રમુખ હોવાના નાતે શ્રીનિવાસન અને સીએસકેના હિતો ટકરાવવાના અણસાર છે.