• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોણ છે સુમિત નાગલ, જેમણે રોજર ફેડરરને એક સેટમાં હરાવીને ઈતિહાસ રચી દીધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યૂએસ ઓપન ગ્રાન્ડ સ્લેમની શરૂઆત ભારત માટે સનસનીખેજ રહી અને ભારતના યુવા ટેનિક ખેલાડી સુમિત નાગલે રોજર ફેડરર વિરુદ્ધ મેચમાં પહેલો સેટ જીતી ઈતિહાસ રચી દીધો. તેઓ એવા પહેલા ભારતીય ખેલાડી છે જેમણે ફેડરર વિરુદ્ધ કોઈ સેટ જીત્યો હોય. અગાઉ ફેડરરનો સામનો રોહન બોપન્ના અને સોમદેવ વર્ધમાન (બે વખત) સાથે થઈ ચૂક્યો છે. પહેલા સેટમાં સુમિતે રોજર ફેડરરને 6-4થી માત આપી હતી. જો કે સ્વિસ લેજન્ડ ફેડરર સામે 22 વર્ષના યુવા નાગલે 6-4, 1-6, 2-6, 4-6થી હારનો સામનો કરવો પડ્યો. નાગલ ભલે આ મેચ હારી ગયા પરંતુ રોજર ફેડરરને આકરી ટક્કર આપીને તેઓ ગર્વ અનુભવી રહ્યા હશે. રોજર ફેડરર 20 વખત ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ પોતાના નામે કરી ચૂક્યા છે, જ્યારે સુમિત નાગલનો આ પહેલો ગ્રાન્ડ સ્લેમ મુકાબલો હતો.

હરિયાણાનો ખેલાડી છે નાગલ

હરિયાણાનો ખેલાડી છે નાગલ

નાગલના શાનદાર પ્રદર્શનના સૌકોઈ વખાણ કરી રહ્યા છે. નાગલ આ દશકમાં ગ્રેન્ડ સ્લેમ સિંગલ મેન ડ્રોમાં ભાગ લેનાર માત્ર પાંચમા ભારતીય ખેલાડી છે. તેમની વર્તમાન રેન્કિંગ 190 છે. સુમિત નાગલ હરિયાણાના ઝજ્જર જિલ્લાના જૈતપુરના રહેવાસી છે અને અહીં જ તેમનો જન્મ થયો હતો. 16 ઓગસ્ટ 1997ના રોજ જન્મેલ આ ખેલાડીના પરિવારમાં કોઈને પણ રમત ગમતમાં દિલચસ્પી નહોતી, તેમના પિતા સુરેશ નાગલને જો કે ટેનિસમાં રૂચિ હતી. સુમિતના પિતાએ જ તેમને ટેનિસ ખેલાડી બનાવવાનું વિચાર્યું હતું. સુમિત માત્ર આઠ વર્ષની ઉંમરથી જ ટેનિસ રમી રહ્યો છે. 2010માં સુમિતની પસંદગી અપોલો ટાયરની ટેલેન્ટ સર્ચ પ્રતિયોગિતામાં થયું, જે બાદ બે વર્ષ સુધી તે મહેશ ભૂપતિની એકેડમીમાં ટ્રેનિંગ કરતા રહ્યા. એટલું જ નહિ તેઓ કેનેડા, સ્પેન, જર્મનીમાં પણ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે.

2015માં વિમ્બલ્ડન જૂનિયર ડબલ્સ ટાઈટલ જીત્યું

2015માં વિમ્બલ્ડન જૂનિયર ડબલ્સ ટાઈટલ જીત્યું

નાગલ 2015માં વિંબલડન બૉય્ઝ ડબલ્સ ટાઈટલ પોતાના વિયેતનામી પાર્ટનર લી હાંગ નૈમ સાથે જીતી ચૂક્યા છે. આવું કરનાર તેઓ માત્ર છઠ્ઠા ભારતીય ખેલાડી હતા. નાગલે ભારત તરફથી ડેવિસ કપમાં ડેબ્યૂ 2016 વર્લ્ડ ગ્રુપ પ્લેઑફ ટાઈમાં સ્પેન વિરુદ્ધ કર્યું હતું અને આ મેચ દિલ્હીમાં થયો હતો, પરંતુ નાગલ માટે આગલું વર્ષ વધુ સારું ન રહ્યું અને તેઓ ડેવિસ કપ માટે ભારતીય ટીમથી બહાર થઈ ગયા. વર્ષ 2019ની સરૂઆત તેમના માટે શાનદાર રહી. નાગલે યૂએસ ઓપન ક્વૉલિફાયર્સમાં શાનદાર પ્રદર્શન કર્યું જેણે ન માત્ર પોાતનો આત્મવિશ્વાસ વધાર્યો બલકે પહેલીવાર પોતાના કરિયરમાં ટૉપ 200માં પણ આવી ગયા.

નવા કોચે કરિયરની ગતિ આપી

નવા કોચે કરિયરની ગતિ આપી

આ વર્ષમાં જ જો કે નાગલે ઈજાઓનો પણ સામનો કરવો પડ્યો પરતુ તેમણે મજબૂતીથી વાપસી કરી. ભારતના ડેવિસ કપ કેપ્ટન મહેશ ભૂપતિ એવા પહેલા દિગ્ગજ હતા જેમણે નાગલ અંદર છૂપાયેલ પ્રતિભાને જોઈ અને તેમને મદદ ઉપલબ્ધ કરાવી. જણાવી દઈએ કે નાગલે પોતાનો પહેલો ચેલેન્જર ટાઈટલ બેંગ્લોર 2017માં જીત્યું હતું પરંતુ તે બાદ તે પોતની સફળતાને યથાવત ન રાખી શક્યા અને 16 પ્રતિયોગિતાઓના પહેલા જ રાઉન્ડમાં નૉક આઉટ થઈ ગયા. પરંતુ બાદમાં તેમને જર્મનીમાં સર્બિયાના કોચ મિલોસ ગૈલેસિસ સાથે ટ્રેનિંગ કરવાનો મોકો મળ્યો અને પરિણામ દેખાવાં શરૂ થઈ ગયાં. ઉલ્લેખનીય છે કે સોમદેવને પણ મિલોસે જ ટ્રેનિંગ આપી હતી.

<strong>વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પહેલી ભારતીય પીવી સિંધુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો </strong>વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પહેલી ભારતીય પીવી સિંધુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો

English summary
Sumeet Nagal gave fine fight to roger federer, here is complete profile of sunil nagal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X