For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વિસ ટેક્સની ચૂકવણીમાં ગોટાળો, સાનિયા મિર્ઝાને મળી નોટિસ

સાનિયા મિર્ઝાને મોકલવામાં આવેલા સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ 1944ના સર્વિસ ટેક્સના મામલા હેઠળ ફાઇનાન્સ એક્ટ 1994ના આધારે તમને સમન મોકલવામાં આવ્યું છે.'

By Shachi
|
Google Oneindia Gujarati News

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આરોપ છે કે, તેમણે સર્વિસ ટેક્સ જમા કરવામાં હેરફેર કરી છે. સર્વિસ ટેક્સ ઓફિસના પ્રિન્સિપલ કમિશ્નરે ટેનિસ સ્ટારને 6 ફેબ્રુઆરીના રોજ સમન મોકલ્યું છે અને તેમને 16 ફેબ્રુઆરીના રોજ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'ફાઇનાન્સ એક્ટ 1994 હેઠળ સર્વિસ ટેક્સ જમા ન કરવા બદલ કે તેમાં હેરફેર કરવા બદલ તમારી વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.'

sania mirza

સેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ 1944 હેઠળ નોટિસ

સાનિયા મિર્ઝાને મોકલવામાં આવેલા સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ 1944ના સર્વિસ ટેક્સના મામલા હેઠળ ફાઇનાન્સ એક્ટ 1994ના આધારે તમને સમન મોકલવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીના રોજ તમારે હાજર થવાનું રહેશે અને સાથે જ જરૂરી દસ્તાવેજો અને તથ્યો પણ રજૂ કરવાના રહેશે. મને આશા છે કે તમારી પાસે એવા દસ્તાવેજો અને તથ્યો છે જે તપાસ માટે મહત્વપૂર્ણ છે.'

IPC ની ધારાઓ હેઠળ થઇ શકે કેસ

ટેનિસ સ્ટારને ચેતવણી પણ આપવામાં આવી છે કે, તેઓ કોઇ કાયદાકીય કારણો સિવાય સમનમાં જણાવેલી તારીખે હાજર નહીં થાય કે દસ્તાવેજ કે તથ્યો રજૂ ના કરે, તો આઇપીસી સંબંધિત કલમો હેઠળ તેમની વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.

અહીં વાંચો - ભારત વિ. બાંગ્લાદેશઃ શું ધોનીના અપમાનનું વેર વાળશે વિરાટ?અહીં વાંચો - ભારત વિ. બાંગ્લાદેશઃ શું ધોનીના અપમાનનું વેર વાળશે વિરાટ?

English summary
Summon issued to Sania Mirza by service tax department over non payment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X