For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાવસ્કર બીસીસીઆઇનું કામ સંભાળે: સુપ્રીમ કોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 માર્ચ: આઇપીએલ-6માં થયેલા સ્પૉટ ફિક્સિંગ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના અધ્યક્ષનું કામ સંભાળવા માટે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરના નામની ભલામણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગ કેસની તપાસ માટે જરૂરી છે કે પહેલાં એન શ્રીનિવાસન પોતાના પદેથી રાજીનામું આપી દે.

કોર્ટે આઇપીએલના આગામી સત્ર વિશે પણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમનું સ્પૉટ ફિક્સિંગમાં નામ આવ્યું છે. અત: આઇપીએલના સારા માટે જરૂરી છે કે અ ટીમો આ સીઝનમાં ન રમે.

n-srinivasan-601

અત્રે ઉલ્લેખનીય છે કે એન શ્રીનિવાસનના જમાઇ ગુરૂનાથ મયપ્પન ચેન્નઇ સુપર કિંગ્સના સીઇઓ છે અને શ્રીનિવાસન પોતે બોર્ડના અધ્યક્ષ છે, તો રાજસ્થાન રોયલ્સ ટીમની સહ માલકિણ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનું નામ પણ સટ્ટેબાજીમાં આવ્યું છે. અત: કોર્ટે આ બંને જ ટીમોને આઇપીએલમાં ન રહેવાની સલાહ આપી.

સુપ્રીમ કોર્ટને વચગાળાના આદેશ અંતગર્ત જોવામાં આવે છે, જેના પર બોર્ડે કાલ સુધી જવાબ આપવાનો છે. કોર્ટે સંદિગ્ધ ખેલાડીઓને આ સિઝનમાં ન રમવા માટે કહ્યું છે. અત્યાર સુધી બીસીસીઆઇનો આ અંગે જવાબ આવ્યો નથી. પરંતુ માનવામાં આવે છે કે હવે શ્રીનિવાસનને પોતાનું પદ છોડવું પડશે.

English summary
Supreme Court said in a verdict that BCCI chief N Srinivasan should step down from his post and Sunil Gavaskar can take his place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X