For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીસીસીઆઇના વચગાળાના અધ્યક્ષ પદે ગાવસ્કર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 માર્ચઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી શ્રીનિવાસનને હટાવીને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનિલ ગાવસ્કરને વચગાળાના અધ્યક્ષ બનાવવા આવે તેમ જણાવ્યું હતું. જેને લઇને બીસીસીઆઇએ આજે સુનિલ ગાવસ્કરને બોર્ડના વચગાળાના અધ્યક્ષ બનાવ્યા છે. ગાવસ્કર આઇપીએલ-7 પૂર્ણ થાય ત્યાં સુધી બોર્ડના વચગાળાના અધ્યક્ષ રહેશે. આ તકે કોર્ટે આઇપીએલ પર રોક લગાવ્યો નથી. આઇપીએલ 7 તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચાલું રહેશે.

Sunil-Gavaskar
આ અંગે મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી આઇપીએલ સ્પોટ ફિક્સિંગના કેસમાં કોઇ નિર્ણય ના આવે ત્યાં સુધી શ્રીનિવાસનને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવવા જોઇએ, કારણ કે તેનાથી તપાસ પ્રક્રિયામાં વિક્ષેપ ઉભા થઇ શકે છે અને શ્રીનિવાસનને સ્થાને ગાવસ્કરને કમાન સોંપવામાં આવવી જોઇએ. કોર્ટ દ્વારા આપવામાં આવેલા સૂઝાવ પર બીસીસીઆઇએ માન્ય રાખીને શુક્રવારે સુનિલ ગાવસ્કરને વચગાળાના કમાન સોંપી હતી. બીજી તરફ કોર્ટે કહ્યું છે કે અમે આ સાથે જ આઇપીએલની કોઇપણ ટીમ પર કે કોઇપણ ખેલાડી પર રોક લગાવી નથી.

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બહાર આવતા બીસીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, ધોનીએ કરેલા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. ધોનીએ કહ્યું હતું કે મૈય્યપને ટીમ સાથે જોડાયેલા એકપણ નિર્ણય લેવાનો અધિકાર નથી. જ્યારે કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે, ધોનીએ મૈય્યપન ટીમના સભ્ય નહીં હોવાનું જણાવી ખોટું નિવેદન કર્યું હતું. બીસીસીઆઇએ કહ્યું કે આ ખોટી વાત છે.

English summary
Sunil Gavaskar will be the interim President of BCCI only for managing affairs of IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X